તે ટૂંક સમયમાં ‘NTR 30’નું શૂટિંગ શરૂ કરવાનો છે.
જુનિયર એનટીઆર
જુનિયર એનટીઆરે ફિલ્મો ન કરવાની ધમકી તેના ફૅન્સને આપી છે. તેની ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતને ઑસ્કર અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ દેશ-વિદેશના લોકોને ખૂબ ગમી છે. સૌકોઈ એ ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે અને એ ગીતનાં ડાન્સ-સ્ટેપ્સ પર ઝૂમી રહ્યા છે. ઑસ્કર અવૉર્ડની સેરેમનીમાંથી ફિલ્મની ટીમ પાછી ભારત ફરી છે. તે ટૂંક સમયમાં ‘NTR 30’નું શૂટિંગ શરૂ કરવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે જાહ્નવી કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. તાજેતરમાં એક ઇવેન્ટમાં જુનિયર એનટીઆરને તેના આગામી પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવ્યું હતું. એ વાતનો જવાબ મજાકિયા અંદાજમાં આપતાં જુનિયર એનટીઆરે કહ્યું કે ‘હું કોઈ ફિલ્મ નથી કરી રહ્યો. જો મને સતત એક જ સવાલ પૂછવામાં આવશે તો હું ફિલ્મો કરવાનું બંધ કરી દઈશ.’