Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માત્ર ૧૦ વર્ષની વયે વેકેશનમાં પપ્પાએ લાવેલો સામાન વેચીને નફો કમાતો હતો વિવેક ઑબેરૉય

માત્ર ૧૦ વર્ષની વયે વેકેશનમાં પપ્પાએ લાવેલો સામાન વેચીને નફો કમાતો હતો વિવેક ઑબેરૉય

Published : 18 July, 2024 10:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિવેક ઑબેરૉય કહે છે, ‘જે દિવસે સ્કૂલ પૂરી થાય ત્યારે મારા ડૅડી થોડી પ્રોડક્ટ્સ લઈ આવતા`

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય


વિવેક ઑબેરૉયમાં બાળપણથી સેલ્સમૅનના ગુણ હોય એવું લાગી રહ્યું છે, કેમ કે તે જ્યારે દસ વર્ષનો હતો ત્યારે વેકેશનમાં તે વિવિધ સામાન વેચતો હતો. એ સામાન તેને તેના ​ડૅડી સુરેશ ઑબેરૉય લાવી આપતા હતા. એ વાતને યાદ કરતાં વિવેક ઑબેરૉય કહે છે, ‘જે દિવસે સ્કૂલ પૂરી થાય ત્યારે મારા ડૅડી થોડી પ્રોડક્ટ્સ લઈ આવતા. એ ઇલેક્ટ્રૉનિક્સ, પરફ્યુમ્સ કાં તો અલગ-અલગ પ્રકારની વસ્તુઓ રહેતી. તેઓ મને કહેતા કે આ બધા સામાનની કિંમત બે હજાર રૂપિયા છે, એમાંથી તું કેટલા રળી શકે છે? જો હું એક હજારનો સામાન લઉં તો એમાંથી જે પણ ઉપરની આવક થતી એ મારી રહેતી. એક હજાર રૂપિયા હું ડૅડીને પાછા આપતો હતો. એ વખતે હું દસ વર્ષનો હતો. એ વખતે હિસાબ-કિતાબની મને ધીરે-ધીરે સમજ આવવા માંડી હતી. હું ૧૫-૧૬ વર્ષનો થયો ત્યાં સુધી દર વર્ષે વેકેશનમાં આવું ચાલ્યા કરતું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2024 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK