Vikrant Massey Retirement: કોઈ યુઝરે તો લખ્યું હતું કે ભાઈ આ તમારી નેક્સ્ટ ફિલ્મ ઝીરો ટૂ રીસ્ટાર્ટ માટેનો તમારો પબ્લિસિટી સ્ટંટ હોઈ શકે છે.
વિક્રાંત મેસી (સૌજન્ય - ઇન્સ્ટાગ્રામ)
અત્યારે બૉલીવુડ જગતનું જાણીતું નામ વિક્રાંત મેસી ચર્ચાનું વિષય બન્યું છે. 37 વર્ષીય વિક્રાંતે સોમવારે સિને જગતમાંથી સન્યાસ લીધા (Vikrant Massey Retirement)ની જાહેરાત કરીને સૌને અચંબામાં મૂકી દીધા છે. તેના ચાહકોના તો હજી માન્યામાં પણ આ વાત આવતી નથી.
ફિલ્મ `12મી ફેલ`માં તેના રોલ માટે ભરપૂર પ્રશંસા મેળવનાર આ એક્ટરે જાહેર કરેલી નિવૃતિ હજી ચાહકોને પચી નથી રહી. સોશિયલ મીડિયામાં તો એક્ટરે તેની ફિલ્મ માટે આ અખતરો કર્યો હોય એવી પણ ચર્ચાઓને વેગ મળ્યો છે.
ADVERTISEMENT
અસ્થાયી બ્રેક કે પીઆર સ્ટંટ? આખરે શું છે જાહેરાત પાછળ?
ઘણા લોકો તો આ નિવૃતિ (Vikrant Massey Retirement)ને અસ્થાયી બ્રેક માની રહ્યા છે. કે જે થોડાક સમય માટે એક્ટરે લીધો હોય. પણ સાથે એવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે અમુક બ્રાન્ડ અથવા આગામી કોઈ પ્રોજેક્ટ માટે પીઆર સ્ટંટ પણ હોઈ શકે છે.
View this post on Instagram
તાજેતરમાં જ વિક્રાંત મેસીએ પોતાના ઇન્સટા હેન્ડલ પર પોતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથેનો નાતો તોડી રહ્યો (Vikrant Massey Retirement) હોવાની વાત કરીને સૌને શૉક આપ્યો હતો. તેણે કહ્યું હતું કે આ તેના માટે `રીકેલિબ્રેટ` કરવાનો સમય આવી ગયો છે. આવતા વર્ષે તેની આગામી બે ફિલ્મોમાં તે છેલ્લી વખત જોવા મળશે એવી પણ વાત એણે કરી હતી. તેણે લખ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષો તેની માટે અસાધારણ રહ્યા છે. આટલું કહીને અવિશ્વસનીય સમર્થન માટે તેણે દરેક જણનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તે કહે છે કે મને સમજાયું છે કે તે પુનઃપ્રાપ્તિ કરવાનો અને પતિ, પિતા અને પુત્ર તરીકે. તેમ જ એક એક્ટર તરીકે પણ મારી માટે ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે.
તમે ધ્યાનથી જોશો તો વિક્રાંતની પોસ્ટમાં ક્યાંય એવું તેણે નથી લખ્યું કે તે નિવૃત્ત થઈ રહ્યો છે, પરંતુ `આપણે 2025માં છેલ્લી વાર મળીશું` આવું લખીને એણે સૌને ચકડોળે ચડાવ્યા છે.
હર્ષવર્ધન રાણે કહે છે કે આ પીઆર સ્ટંટ હોઈ શકે!
આ બધાની વચ્ચે વિક્રાંત (Vikrant Massey Retirement)ના કો-એક્ટર હર્ષવર્ધન રાણેનું નિવેદન ચગી રહ્યું છે. હર્ષવર્ધન રાણેએ વિક્રાંતની આ જાહેરાત બાબતે કહ્યું કે મને લાગે કે કે આ પીઆર સ્ટંટ પણ હોઈ શકે છે. જો સમાચાર સાચા હોય તો પણ વિક્રાંત બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાનની જેમ હવે ફિલ્મો બનાવવાનું શરૂ કરી શકે છે.
હોઈ શકે કે એક્ટરે તેની આગામી ફિલ્મ ઝીરો ટૂ રીસ્ટાર્ટ માટે પીઆર સ્ટંટ કર્યો હોય. એક યુઝરે તો લખ્યું હતું કે ભાઈ આ તમારી નેક્સ્ટ ફિલ્મ ઝીરો ટૂ રીસ્ટાર્ટ માટેનો તમારો પબ્લિસિટી સ્ટંટ હોઈ શકે છે. અન્ય એક યુઝરે આવી જ કોમેન્ટ કરી અને લખ્યું - `તમે ગમે ત્યારે રીસ્ટાર્ટ હિટ કરી શકો છો. શુભકામનાઓ’