આ બન્ને સિરીઝમાં ભારતના ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવશે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ એને પ્રોડ્યુસ કરશે.
વિક્રમાદિત્ય મોટવાણી
વિક્રમાદિત્ય મોટવાણી ‘Indi(r)a’s Emergency’ અને ‘બ્લૅક વૉરન્ટ’ નામની સિરીઝ ડિરેક્ટ કરશે. આ બન્ને સિરીઝમાં ભારતના ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવશે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ એને પ્રોડ્યુસ કરશે. દેશમાં ૧૯૭૫ની પચીસ જૂનથી માંડીને ૧૯૭૭ની ૨૧ માર્ચ સુધી ઇમર્જન્સી લાદવામાં આવી હતી. એને ‘Indi(r)a’s Emergency’માં દેખાડવામાં આવશે. બીજી તરફ ‘બ્લૅક વૉરન્ટ’માં તિહાડ જેલની વાસ્તવિકતા લોકોને જોવા મળશે. આ જેલ સાથે જોડાયેલાં રહસ્યો અને કેટલીક બાબતોને પણ આ સિરીઝના માધ્યમથી દેખાડવામાં આવશે. એ વિશે વિક્રમાદિત્ય મોટવાણીએ કહ્યું કે ‘હું અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ સાથે આ બન્ને પ્રોજેક્ટ પર કામ કરવા માટે આતુર છું. ‘Indi(r)a’s Emergency’ અને ‘બ્લૅક વૉરન્ટ’ બન્ને ભારતના ઇતિહાસની ઊંડાણપૂર્વક માહિતી આપશે. એવી ટીમ સાથે કામ કરી રહ્યો છું જે સ્ટોરી કહેવાનો એકસમાન ઉત્સાહ દેખાડે છે અને ક્રીએટિવ બાઉન્ડરીઝને આગળ ધપાવે છે.’
બીજી તરફ અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર સમીર નાયરે કહ્યું કે ‘અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટના માધ્યમથી અમે એવી સ્ટોરી દેખાડવા માગીએ છીએ કે જે લોકોને જોડે. બ્રિલિયન્ટ વિક્રમાદિત્ય મોટવાણી અને આંદોલન ફિલ્મ્સ સાથે ભાગીદારી કરવાથી અમે અમારી બાઉન્ડરીઝને આગળ લઈ જઈશું અને ભારતના ઇતિહાસની કથા આધુનિક દર્શકોને દેખાડીશું.’


