Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિન્દાના શૂટિંગ માટે જૅકી શ્રોફ પોતાની કાર અને અનિલ કપૂર પોતાનાં જીન્સ લઈને આવ્યા હતા : વિધુ વિનોદ ચોપડા

પરિન્દાના શૂટિંગ માટે જૅકી શ્રોફ પોતાની કાર અને અનિલ કપૂર પોતાનાં જીન્સ લઈને આવ્યા હતા : વિધુ વિનોદ ચોપડા

Published : 31 July, 2024 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૮૯માં આવેલી આ ફિલ્મને વિધુ વિનોદ ચોપડાએ ડિરેક્ટ કરી હતી અને એમાં અનિલ કપૂરે પણ કામ કર્યું હતું

ફિલ્મનો સીન

ફિલ્મનો સીન


વિધુ વિનોદ ચોપડાની ‘પરિન્દા’ના શૂટિંગ માટે જૅકી શ્રોફની પોતાની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૯૮૯માં આવેલી આ ફિલ્મને વિધુ વિનોદ ચોપડાએ ડિરેક્ટ કરી હતી અને એમાં અનિલ કપૂરે પણ કામ કર્યું હતું. આ ફિલ્મનું બજેટ ખૂબ જ ઓછું હતું અને એટલું ઓછું હતું કે દરેક વ્યક્તિએ તેમની પાસે જે-જે એવી વસ્તુ હોય જેનો ફિલ્મમાં ઉપયોગ કરી શકાય એ લઈને આવતી હતી. આ ફિલ્મમાં જૅકી શ્રોફે બ્લુ, બ્લૅક, બ્રાઉન અને ડાર્ક ગ્રીન શર્ટ પહેર્યાં હતાં. તેમ જ ફિલ્મમાં જે બ્લૅક ફિયાટ જોવા મળી હતી એ પણ જૅકી શ્રોફની હતી. એવું નહોતું કે ફિલ્મના પાત્રને એ કાર બંધબેસતી હતી, પરંતુ બજેટ ન હોવાથી એ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનિલ કપૂરે ફિલ્મમાં જે જીન્સ પહેર્યાં હતાં એ જીન્સ તેનાં પોતાનાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2024 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK