યશે સોશ્યલ મીડિયા પર તારાએ ભજવેલા રેબેકા નામના પાત્રનો લુક શૅર કર્યો છે જે
તારા સુતરિયા
યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે. હવે યશે સોશ્યલ મીડિયા પર તારાએ ભજવેલા રેબેકા નામના પાત્રનો લુક શૅર કર્યો છે જેમાં તારા ગુસ્સાવાળા અંદાજમાં હાથમાં ગન પકડીને દેખાય છે. તેનો લુક ખૂબ બોલ્ડ અને શક્તિશાળી છે અને ફૅન્સને એ બહુ ગમી રહ્યો છે. યશે આ પોસ્ટર શૅર કરતાં લખ્યું છે, ‘રેબેકા તરીકે તારા સુતરિયા... વયસ્કો માટેની એક ટૉક્સિક ફેરીટેલ.’ આ ફિલ્મના યશ, નયનતારા, હુમા કુરેશી અને કિઆરા અડવાણીના લુક અગાઉ જાહેર કરવામાં આવ્યા છે.


