બચ્ચન પાન્ડેનું શૂટ પૂરું કર્યું જૅકલિને તો હૉર્સરાઇડિંગ કરી વિકી કૌશલે
બચ્ચન પાન્ડેનું શૂટ પૂરું કર્યું જૅકલિને તો હૉર્સરાઇડિંગ કરી વિકી કૌશલે
હૉર્સરાઇડિંગ કરતો વિકી કૌશલ
વિકી કૌશલ હૉર્સરાઇડની મજા લઈ રહ્યો છે. તે ‘સરદાર ઊધમસિંહ’, ‘ધ ઇમ્મૉર્ટલ અશ્વત્થામા’ અને ‘તખ્ત’માં જોવા મળવાનો છે. તેણે ઘોડસવારીનો વિડિયો શૅર કર્યો છે. એમાં તે ખૂબ જ સરસ રીતે ઘોડસવારી કરતો દેખાઈ રહ્યો છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી કે ‘વૉક ઍન્ડ ટ્રૉટ. બૅક ટુ બેઝિક્સ.’
બચ્ચન પાન્ડેનું શૂટિંગ પૂરું કર્યું જૅકલિન ફર્નાન્ડિસે
ADVERTISEMENT
જૅકલિન ફર્નાન્ડિસે ‘બચ્ચન પાન્ડે’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર, અર્શદ વારસી અને ક્રિતી સૅનન લીડ રોલમાં છે. આ ઍક્શન-કૉમેડી ૨૦૨૨ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના જેસલમેરમાં ચાલી રહ્યું હતું. ફિલ્મમાં અક્ષયકુમાર ગૅન્ગસ્ટરના રોલમાં દેખાશે, જેને ઍક્ટર બનવાની ઇચ્છા હોય છે. ક્રિતી સૅનન જર્નલિસ્ટ હોય છે અને તેને ડિરેક્ટર બનવું હોય છે. ફિલ્મ સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ અને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૅકલિને કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘બચ્ચન પાન્ડે’નું આ પાત્ર ભજવવાની ખૂબ મજા પડી હતી. મારા પાત્રને જીવંત કરવા માટે સાજિદ નડિયાદવાલા, અક્ષયકુમાર, ફરહાદ સામજીનો આભાર. ક્રિતી સૅનન તું અમેઝિંગ છે. તને ભરપૂર પ્રેમ. ફિલ્મમાં તારું સ્વાગત છે. સ્ટે ક્રેઝી.’

