રાજકુમાર રાવ વાઇફ પત્રલેખા સાથે કાશી વિશ્વનાથ પહોંચ્યો;
ફાઇલ તસવીર
કરિશ્મા કપૂરની ત્રણ ફિલ્મો ‘બીવી નંબર 1’, ‘હમ સાથ સાથ હૈં’ અને ‘હસીના માન જાએગી’ આ વર્ષે રિલીઝનાં પચીસ વર્ષ પૂરાં કરવાની છે. ૯૦ના દાયકામાં કરિશ્માની એક વર્ષમાં ૮થી ૧૦ ફિલ્મો રિલીઝ થતી હતી. એ સમયને યાદ કરતાં કરિશ્મા કહે છે, ‘એ સુવર્ણકાળ હતો. હું જ્યારે એ વિશે વિચારું છું તો સવાલ થાય છે કે હું એક વર્ષમાં ૧૦ ફિલ્મો કરતી હતી? એ સમયે અમારી પાસે કોઈ સ્ક્રિપ્ટ પણ નહોતી રહેતી. અમે સખત મહેનત કરી હતી.’
રાજકુમાર રાવ વાઇફ પત્રલેખા સાથે કાશી વિશ્વનાથ પહોંચ્યો
ADVERTISEMENT
રાજકુમાર રાવે તેની વાઇફ પત્રલેખા સાથે ગઈ કાલે વારાણસીના કાશી વિશ્વનાથમાં ભોળાનાથનાં દર્શન કર્યાં હતાં. રાજકુમારની ‘શ્રીકાંત’ અને ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’ મેમાં રિલીઝ થઈ હતી. આ બન્ને ફિલ્મોમાં રાજકુમારના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ જ કારણ છે કે ભગવાનનો આભાર માનવા માટે રાજકુમાર કાશી વિશ્વનાથ ગયો છે. મંદિરમાં પૂજા કર્યા બાદ બન્નેએ મંદિરની આસપાસની સુંદરતાનો નજારો પણ નિહાળ્યો હતો. લોકો તેમની પાસે સેલ્ફી લેવા પણ પહોંચી ગયા હતા. અગાઉ પણ રાજકુમાર ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’ના પ્રમોશન વખતે જાહ્નવી કપૂર સાથે વારાણસી આવ્યો હતો. બન્નેએ ત્યાં ગંગા આરતી કરી હતી.
કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે ડિનર-ડેટ પર નીકળ્યો ઈશાન ખટ્ટર
ઈશાન ખટ્ટર ઘણા સમયથી મલેશિયાની મૉડલ ચાંદની બેઇન્ઝ સાથે રિલેશનમાં છે, પરંતુ બન્નેમાંથી કોઈએ એના પર મહોર નથી લગાવી. જોકે છાશવારે બન્ને સાથે ફરતાં દેખાય છે. મંગળવારે રાતે પણ આ બન્ને મુંબઈની એક રેસ્ટોરાંમાંથી બહાર આવતાં દેખાયાં હતાં. પાપારાઝીને જોઈને ઈશાન ફોટો ક્લિક કરવા માટે ઊભો પણ રહ્યો હતો. થોડા સમય પહેલાં ઈશાન તેની મમ્મી નીલિમા અઝીમ અને ચાંદની સાથે ફિલ્મ જોવા પણ ગયો હતો.
પાપારાઝીને જોઈને મલકાઈ ઊઠી આલિયા
આલિયા ભટ્ટ તાજેતરમાં જ સંજય લીલા ભણસાલીના ઘરેથી બહાર નીકળતી જોવા મળી હતી. એ દરમ્યાન હાજર પાપારાઝીને જોઈને આલિયાએ સ્માઇલ આપ્યું હતું. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે કારમાં બેસતા પહેલાં તે કૅમેરા સામે સ્માઇલ આપે છે. સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’માં આલિયા રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળવાની છે. આલિયા તેની ફૅશન સેન્સ અને સ્ટાઇલથી લોકોને હંમેશાં આકર્ષિત કરે છે. ફિલ્મોમાં પર્ફોર્મન્સ માટે પણ તેની વાહવાહી કરવામાં આવે છે.
આ છે કરીનાનું ફેવરિટ આસન
કરીના કપૂર ખાન ફિટનેસ ફ્રીક છે. તે વર્કઆઉટ કરતો કે યોગ કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરે છે જેનાથી તેના ફૅન્સને પણ પ્રેરણા મળે છે. જે પ્રકારે તેના શરીરની ફ્લેક્સિબિલિટી છે એ જોઈને લાગે છે કે એના માટે તેણે અથાક પ્રૅક્ટિસ કરી હશે. આવી રીતે તે પોતાને ફિટ ઍન્ડ ફાઇન રાખે છે. ચક્રાસન કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી, મારું ફેવરિટ યોગાસન છે ચક્રાસન.

