અને વધુ સમાચાર
સલમાન ખાન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પેરન્ટ્સ બને ત્યારે સલમાન ખાન ડાન્સ કરવા માટે આતુર છે. અનંત અને રાધિકાએ હજી તો બારમી જુલાઈએ લગ્ન કર્યાં છે. તેમનાં લગ્નનો ફોટો શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે ‘અનંત અને રાધિકા, મિસ્ટર ઍન્ડ મિસિસ અનંત અબાણી, તમે બન્ને એકમેકને અને તમારી બન્નેની ફૅમિલીને કેટલો પ્રેમ કરો છો એ હું જોઈ શકું છું. યુનિવર્સ દ્વારા તમને બન્નેને એક કરવામાં આવ્યાં છે. તમે બન્ને ખુશ અને સુરક્ષિત રહો. ઉપરવાળાની તમારા પર કૃપા રહે. તમે બન્ને જ્યારે પેરન્ટ્સ બનશો ત્યારે ડાન્સ કરવા માટે આતુર છું.’
મુંબઈના રસ્તાઓ પરના ખાડાને લઈને વિવેક અગ્નિહોત્રીએ કર્યો કટાક્ષ
ADVERTISEMENT
વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ મુંબઈના રસ્તાઓની હાલત જોઈને BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન) પર કટાક્ષ કર્યો છે. વરસાદને કારણે મુંબઈના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ગમે ત્યાં ઊંડા-ઊંડા ખાડાઓ પડી ગયા છે. આ વિશે સોશ્યલ મીડિયા પર વિવેક અગ્નિહોત્રીએ પોસ્ટ કર્યું કે ‘ખાડાઓથી સેફ્ટી રાખવા માટે મારી પાસે એક અદ્ભુત આઇડિયા છે. ખાડાઓમાં વેહિકલ ડૂબી ન જાય એ માટે BMCએ દરેક ખાડા પાસે એક સાઇન બોર્ડ લગાવી દેવું જોઈએ. આ સાઇન બોર્ડ પર ખાડાની ઊંડાઈ લખી દેવી જેથી વાહનચાલકો આ અર્બન સ્વિમિંગ-પૂલથી પોતાની જાતને અને વેહિકલને બચાવી શકે.’
ટ્રાફિકથી બચવા માટે દિલ્હી મેટ્રોની સવારી કરી વિકીએ
વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કે ‘બૅડ ન્યુઝ’ના પ્રમોશન દરમિયાન દિલ્હી મેટ્રોની સવારી કરી હતી. તેઓ સોમવારે દિલ્હીમાં હતાં. ઇવેન્ટમાં સમયસર પહોંચવા માટે તેમણે મેટ્રોની મદદ લેવી પડી હતી. આ સાથે જ તેમણે મૂલચંદનાં પરાઠાંની પણ મજા લીધી હતી. તેની ‘બૅડ ન્યુઝ’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.
વરસાદ હોવા છતાં સોનુ સૂદના ઘરની બહાર મદદ માટે લાગી હતી લાંબી લાઇન
મુંબઈમાં વરસાદ હોવા છતાં પણ સોનુ સૂદના ઘરની બહાર મદદ માગવા માટે લોકોની લાઇન લાગી હતી. કોવિડના સમયથી સોનુ સૂદ લોકોને મદદ કરતો આવ્યો છે. તેનાથી શક્ય હોય એટલી સેવા તે જરૂર કરે છે. લોકોની ભીડ જોઈને સોનુ સૂદ પણ તેમને મળવા માટે બહાર આવ્યો હતો. તે લોકોને સમજાવતો અને તેમની સાથે સેલ્ફી ક્લિક કરાવતો પણ જોવા મળ્યો હતો. વરસાદમાં પણ તે લોકોને મળવા આવ્યો એને કારણે સોશ્યલ મીડિયા પર તેની વાહવાહી થઈ રહી છે.
કૅટરિના કૈફ સાથે નવી યાદો બનાવવાનું ખૂબ પસંદ છે વિકી કૌશલને
વિકી કૌશલે ગઈ કાલે કૅટરિના કૈફ સાથેના જૂના ફોટો શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. બે વર્ષ એકમેકને ડેટ કર્યા બાદ તેમણે ૨૦૨૧ના ડિસેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં. કૅટરિના ગઈ કાલે ૪૧ વર્ષની થઈ હતી. તેની સાથેના કેટલાક ક્યારેય જોવા ન મળ્યા હોય એવા ફોટો શૅર કરીને વિકીએ જન્મદિવસની શુભેચ્છા આપતાં લખ્યું હતું કે ‘તારી સાથે નવી યાદો બનાવવી મારી લાઇફનો ખૂબ જ ફેવરિટ પાર્ટ છે. મારા પ્રેમ, તને જન્મદિવસની શુભેચ્છા.’
જવાનને પછાડવા માટે ફક્ત ૫૬ કરોડની જરૂર કલ્કી 2898 ADને
શાહરુખ ખાનની ‘જવાન’ને પછાડવા માટે ‘કલ્કી 2898 AD’ને ફક્ત ૫૬ કરોડ રૂપિયાના બિઝનેસની જરૂર છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ‘કલ્કી 2898 AD’એ સોમવારે ૪.૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ બિઝનેસ કમલ હાસનની ‘ઇન્ડિયન 2’ના ૩.૧૫ કરોડ રૂપિયાના બિઝનેસ કરતાં વધુ છે. પ્રભાસની ફિલ્મે સોમવાર સુધીમાં ટોટલ ૫૮૪.૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણબીર કપૂરની ‘એનિમલ’ના ૫૫૩.૮૭ કરોડના બિઝનેસ કરતાં તો એ આગળ નીકળી ગઈ છે. શાહરુખ ખાનની ‘જવાન’એ ૬૪૦.૨૫ કરોડનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસને ક્રૉસ કરવા માટે ‘કલ્કી 2898 AD’ને ફક્ત ૫૬ કરોડ રૂપિયાની જરૂર છે.

