વર્ષો બાદ જાવેદ જાફરી સાથે કરી રહી છે ‘ડેરિંગ પાર્ટનર્સ’
તમન્ના , જાવેદ જાફરીની , ડાયના પેન્ટી
તમન્ના ભાટિયાને વર્ષો પહેલાં ડાન્સ રિયલિટી શો ‘બૂગી વૂગી’માં રિજેક્ટ કરવામાં આવી હતી, પરંતુ એના જજ જાવેદ જાફરી સાથે તે વર્ષો પછી કામ કરી રહી છે. ‘બૂગી વૂગી’ ૧૯૯૬થી શરૂ થયો હતો અને ૨૦૧૦માં એની છઠ્ઠી સીઝન આવી હતી. ત્યાર બાદ ૨૦૧૩માં ‘બૂગી વૂગી કિડ્સ ચૅમ્પિયનશિપ’ આવી હતી. ‘બૂગી વૂગી’માં રિજેક્ટ થયા બાદ તમન્નાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાનું નામ બનાવ્યું છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના વેબ-શો ‘ડેરિંગ પાર્ટનર્સ’માં તમન્ના અને જાવેદ જાફરીની સાથે ડાયના પેન્ટી પણ કામ કરી રહી છે. આ શોની સ્ટોરી બે બેસ્ટ ફ્રેન્ડની છે જેઓ આલ્કોહૉલનું સ્ટાર્ટઅપ શરૂ કરે છે. આ વિશે વાત કરતાં તમન્ના કહે છે, ‘મને ‘બૂગી વૂગી’માંથી રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજે જાવેદ સર સાથે કામ કરવાની મારી એક જર્ની રહી છે. મારા માટે આ એક સર્કલ જેવું છે જે છૂટ્યું હતું એ ફરીને પાછું મારી પાસે આવ્યું છે.’

