આ પ્રોજેક્ટને સોની લિવ પર દિવાળીમાં રિલીઝ કરવામાં આવશે. આ એક ફૅમિલી ડ્રામા છે અને સૂરજ બડજાત્યા એના માટે જ જાણીતા છે.
સૂરજ બડજાત્યા
સૂરજ બડજાત્યા હવે ‘બડા નામ કરેગા’ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટને સોની લિવ પર દિવાળીમાં રિલીઝ કરવામાં આવશે. આ એક ફૅમિલી ડ્રામા છે અને સૂરજ બડજાત્યા એના માટે જ જાણીતા છે. આ સિરીઝમાં કોને કાસ્ટ કરવામાં આવશે એ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી. સૂરજ બડજાત્યા તેમની છેલ્લી ફિલ્મ પણ બનાવી રહ્યા છે, જેમાં સલમાન ખાન જોવા મળશે. આ ફિલ્મની જાહેરાતની સાથે તેમના ઓટીટી ડેબ્યુની પણ ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. તેઓ એક સમયે એક જ સ્ક્રિપ્ટ પર કામ કરવા માટે જાણીતા છે, પરંતુ હાલમાં તેમના બે પ્રોજેક્ટની વાત ચર્ચામાં છે. સલમાન ખાન સાથેની ફિલ્મને લંબાવવામાં આવે એવા ચાન્સ વધુ છે, કારણ કે તેમની આ સિરીઝને દિવાળી પર રિલીઝ કરવામાં આવવાની છે.


