માધુરી દીક્ષિત અને ભાગ્યશ્રી જેવી હિરોઇનોની કરીઅર સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં કામ કર્યા બાદ ઝપાટાભેર આગળ વધી હતી અને હવે આ તક શર્વરીને મળી રહી છે.
સૂરજ બડજાત્યા, આયુષમાન ખુરાના, શર્વરી વાઘ
ફિલ્મનિર્માતા સૂરજ બડજાત્યા બહુ જલદી નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે પોતાના આગામી પ્રોજેક્ટ માટે સૂરજ બડજાત્યાએ આયુષમાન ખુરાનાને સાઇન કર્યો છે અને હવે અપડેટ છે કે આ ફિલ્મ માટે હિરોઇન તરીકે શર્વરી વાઘને સાઇન કરવામાં આવી છે.
માધુરી દીક્ષિત અને ભાગ્યશ્રી જેવી હિરોઇનોની કરીઅર સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં કામ કર્યા બાદ ઝપાટાભેર આગળ વધી હતી અને હવે આ તક શર્વરીને મળી રહી છે. હકીકતમાં સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ લવસ્ટોરી છે અને તેઓ આ ફિલ્મ માટે ફ્રેશ રોમૅન્ટિક જોડી સાઇન કરવા માગતા હતા. આખરે તેમની શોધ આયુષમાન ખુરાના અને શર્વરી વાઘની જોડી પર પૂરી થઈ છે. જોકે હજી સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.

