Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `અનુપમ ખેર જેવું કોઈ નથી!`: સૂરજ બડજાત્યાએ કરી ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાના ૪૦ વર્ષની ઉજવણી

`અનુપમ ખેર જેવું કોઈ નથી!`: સૂરજ બડજાત્યાએ કરી ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાના ૪૦ વર્ષની ઉજવણી

Published : 07 November, 2024 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સૂરજ બડજાત્યાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનુપમ ખેરના ૪૦ વર્ષની ઉજવણી કરતો પત્ર લખ્યો, પોસ્ટ જોઈને ભાવુક થયા અનુપમ ખેર

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


અભિનેતા અનુપમ ખેર (Anupam Kher) વધુ એક ફિલ્મ લઈને દર્શકોની સામે આવી રહ્યા છે. આ ફિલ્મ OTT પર પણ આવી રહી છે. આમાં તે ૬૯ વર્ષીય વિજય મેથ્યુની ભૂમિકામાં છે, જે ટ્રાયથ્લોન એથ્લેટ બનવા માંગે છે. આ ફિલ્મ શુક્રવાર ૮ નવેમ્બરે રિલીઝ થશે. યોગાનુયોગ છે કે આ વર્ષે અનુપમ ખેરની અભિનય સફરને ચાર દાયકા પૂર્ણ થયા છે. તેમણે ‘સારાંશ’ (Saaransh)થી ડેબ્યૂ કર્યું હતું. રાજશ્રી પ્રોડક્શન્સ (Rajshri Productions)ની આ ફિલ્મમાં સૂરજ બડજાત્યા (Sooraj Barjatya)એ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અનુપમ ખેરની `વિજય 69` (Vijay 69)ની રિલીઝ પહેલા, સૂરજ બડજાત્યાએ તેમના માટે એક પોસ્ટ શેર કરી છે. અભિનેતાને તેની આગામી ફિલ્મ માટે અભિનંદન આપવાની સાથે તેણે એક પત્ર પણ લખ્યો છે.


પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યા અને પીઢ અભિનેતા અનુપમ ખેર છેલ્લા ચાર દાયકાથી સર્જનાત્મક સહયોગીઓ અને મિત્રો છે! બહુ ઓછા લોકો જાણે છે કે સૂરજ બડજાત્યા અને અનુપમ ખેરની પહેલી મુલાકાત મહેશ ભટ્ટ (Mahesh Bhatt) નિર્દેશિત ફિલ્મ ‘સારાંશ’ના સેટ પર થઈ હતી. અનુપમની આ પહેલી ફિલ્મ હતી, અને તે સમયે સૂરજ બડજાત્યા રાજશ્રી પ્રોડક્શન્સમાં ક્લાસિક ફિલગમોમાં ચોથા સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યા હતા.



રાજશ્રી પ્રોડક્શન્સના અધિકૃત સોશિયલ મીડિયા (Social Media) પર, સૂરજ બડજાત્યાએ તેમના મિત્ર અને સાથીદાર અનુપમ ખેર માટે તેમની ૪૦ વર્ષની ફિલ્મી સફરને સલામ કરતા એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં સૂરજ બડજાત્યા લખે છે, ‘મેં અનુપમ સરની હિન્દી સિનેમામાં ૪૦ વર્ષની લાંબી સફરને નજીકથી જોઈ છે. સારંશના સેટ પર હું ચોથો આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો અને ત્યાંથી અમારી મિત્રતા અને સફરની શરૂઆત થઈ. તેમણે મને મારો પહેલું ટાસ્ક આપ્યો હતો, એ ટાસ્ક હતો તેમને સારંશની સ્ક્રિપ્ટ લાવીને આપવાનો.’


સૂરજ બડજાત્યાએ આગળ લખ્યું છે કે, ‘મેં તેમને હમ આપકે હૈ કૌન, વિવાહ, પ્રેમ રતન ધન પાયો અને તાજેતરમાં ઉંચાઈમાં નિર્દેશિત કર્યા. અનુપમજી મારી કારકિર્દીની મહત્વની ક્ષણોનો હિસ્સો રહ્યા છે અને કદાચ હું પણ તેમની યાત્રાનો એક ભાગ રહ્યો છું. કદાચ તેથી જ અમારું બોન્ડ એટલું ખાસ છે. અમે બંનેએ એકબીજાને આગળ વધતા જોયા છે, અમારા અપ્સ અને ડાઉન્સ શેર કર્યા છે, અને અમારી મિત્રતા સમયની કસોટી પર ખરી રહી છે.’

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajshri (@rajshrifilms)


રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક સૂરજ બડજાત્યા અનુપમ ખેરને અભિનયની સંસ્થા માને છે. તેઓ કહે છે, ‘અનુપમજી મારા માટે અભિનયની સંસ્થા છે. તમે તેમને જેટલું વધુ જુઓ છો, તેટલી વધુ બારીકી અને નજર દૃશ્યમાન થાય છે. આ પેઢીના તમામ ઉભરતા અને સફળ કલાકારો અનુપમજીનો અભિનય જોઈને ઘણું શીખી શકે છે.’

બડજાત્યાએ આગળ લખ્યું છે, ‘વિજય 69નું ટ્રેલર જોઈને હું ચોંકી ગયો. ૬૯ વર્ષની વયે પણ અનુપમજીની ભૂખ અકબંધ છે, તેઓ હજુ પણ નવા માપદંડો સ્થાપિત કરવા માંગે છે. હું તેમનાથી પ્રેરિત છું અને વિજય 69માં તેમની શ્રેષ્ઠતાની સફરમાં તેમને ટેકો આપું છું. અનુપમજી જેવું કોઈ નથી. મને ખાતરી છે કે સિનેમામાં તેમના ૪૦માં વર્ષમાં તેઓ વધુ એક યાદગાર અભિનય સાથે અમને આકર્ષિત કરશે. અમે બધા તેમની અદ્ભુત યાત્રાના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છીએ.’

અનુપમ ખેરે સૂરજની પોસ્ટ પર ટિપ્પણી કરી છે, ‘પ્રિય સૂરજ, આ સુંદર પત્ર માટે ખૂબ ખૂબ આભાર અને પ્રેમ. તમે વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિ છો. તમે મારા પ્રિય નિર્દેશક પણ છો. ભગવાન તમને દુનિયાની બધી ખુશીઓ આપે. તમારા માટે ફક્ત પ્રાર્થનાઓ જ નીકળે છે.’

અનપુમ ખેરની ફિલ્મ ‘વિજય 69’ નેટફ્લિક્સ પર ૮ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK