સોનુ સૂદ મસ્તીમાં જણાવે છે કે મારા નૉન-વેજિટેરિયન ફૂડના શોખીન પરિવારમાં હું એકલો જ વેજિટેરિયન છું
સોનુ સૂદ
એક સફળ ઍક્ટર અને મદદગાર માણસ તરીકે પ્રખ્યાત સોનુ સૂદે પોતાની હેલ્ધી લાઇફસ્ટાઇલ વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુામાં જણાવ્યું હતું કે ‘મારા પરિવારમાં બધા નૉન-વેજિટેરિયન છે, પણ મેં નાનપણમાં જ નૉન-વેજ વાનગીઓ ખાવાનું છોડીને વેજિટેરિયન બનવાનું નક્કી કર્યું હતું અને એ વાત મારાં માતાપિતાને જણાવી દીધી હતી. એક શાકાહારી અને હેલ્થ-કૉન્સિયસ તરીકે મેં મારી નાની બહેનને હેલ્થ સારી રાખવા માટે વેજિટેરિયન ડાયટ લેવાનું ઘણી વાર સમજાવ્યું હતું, પણ મારી નૉન-વેજિટેરિયન વાનગીઓની શોખીન મોટી બહેને મને હંમેશાં અટકાવ્યો હતો.’
પોતાની નાની બહેનને શાકાહારી બનાવવામાં નિષ્ફળ સોનુ સૂદે પિતા બન્યા બાદ પોતાનાં બાળકોને પણ શાકાહારી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેની પત્નીએ તેને એમ કરતાં અટકાવ્યો હતો. તેના પરિવારજનો તેને કહે છે કે તું શાકાહારી છે એટલે જરૂરી નથી કે અમે બધા શાકાહારી બની જઈએ.
ADVERTISEMENT
સોનુ સૂદ મસ્તીમાં જણાવે છે કે મારા નૉન-વેજિટેરિયન ફૂડના શોખીન પરિવારમાં હું એકલો જ વેજિટેરિયન છું.