પોતાના પેટ ડૉગ સાથે મંડપમાં પહોંચી સોનાલી સહગલ
સોનાલી સહગલ અને આશિષ સજનાની
‘પ્યાર કા પંચનામા’થી પોતાની કરીઅરની શરૂઆત કરનાર સોનાલી સહગલે પોતાના બૉયફ્રેન્ડ હોટેલિયર આશિષ સજનાની સાથે લગ્ન કરી લીધાં છે. ખાસ વાત એ છે કે સોનાલી લગ્નના મંડપમાં પોતાના પેટ ડૉગ સાથે પહોંચી હતી. તેણે હાથમાં ડૉગીનો બેલ્ટ પણ પકડી રાખ્યો છે. તેમની મેંદી અને સંગીત સેરેમની હાલમાં જ યોજવામાં આવી હતી. સોનાલીએ પોતાનાં લગ્નના ન્યુઝ ખૂબ પ્રાઇવેટ રાખ્યા હતા. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટીઝ એમાં હાજર રહી હતી. તેનાં લગ્નમાં કાર્તિક આર્યન, મંદિરા બેદી, કરણ ગ્રોવર, રાય લક્ષ્મી, સુમોના ચક્રવર્તી, રિદ્ધિમા પંડિત, ચાહત ખન્ના અને શમા સિકંદર પણ હાજર હતી. તેમણે મુંબઈમાં લગ્ન કર્યાં છે. સોનાલીએ પિન્ક સાડી પહેરી હતી, સિલ્વર કલીરે હાથમાં હતાં. આશિષ સજનાનીએ વાઇટ આઉટફિટ અને પિન્ક પાઘડી પહેર્યાં હતાં. સૌ સોશ્યલ મીડિયામાં તેમને લગ્નની શુભકામના આપી રહ્યા છે. સોનાલી અને આશિષ છ વર્ષથી રિલેશનમાં હતાં. લગ્ન વિશે સોનાલીએ કહ્યું કે ‘આશિષ અને હું લગ્ન કરવા માગતાં હતાં. એ પણ માત્ર નજીકના લોકોની હાજરીમાં. અમારા માટે આ પ્રાઇવેટ અવસર હતો. અમે ગુરુદ્વારામાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારા બન્નેની મમ્મીની પણ એ જ ઇચ્છા હતી. અમને એ વાતની ખુશી છે કે તેમની આ ઇચ્છા અમે પૂરી કરી શક્યાં. અમારી લાઇફના આ નવા તબક્કાનો અનુભવ લેવા માટે અમે બન્ને એક્સાઇટેડ છીએ.’