દરેક પ્રોડ્યુસર તેને સતત વજન વધારવા માટે દબાણ કરતા હતા
સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રે બહલ બૉડી-શેમિંગનો શિકાર થઈ હતી અને તેને હંમેશાં વજન વધારવા માટે કહેવામાં આવતું હતું. તેની ‘ધ બ્રોકન ન્યુઝ’ની બીજી સીઝન હાલમાં જ ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે. કૅન્સરને માત આપ્યા બાદ તેની કરીઅરની આ બીજી ઇનિંગ્સ છે.
બૉડી-શેમિંગ વિશે વાત કરતાં સોનાલી કહે છે, ‘હું ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આવી હતી ત્યારે હિરોઇન અત્યારના જેટલી પાતળી નહોતી. હું ખૂબ જ પાતળી હોવાથી દરેક પ્રોડ્યુસર મને વજન વધારવા માટે કહેતા હતા. તેઓ મને હંમેશાં બને એટલું ભોજન કરવા અને વજન વધારવા કહેતા, કારણ કે તેમને હું પાતળી લાગતી હતી. તેમની ઇચ્છા હતી કે બૉડીમાં કર્વ હોય. એ સમયે દરેક મહિલાનું ફિગર આજે અવરગ્લાસ કહે છે એવું હતું. તેમ જ તેમને વાળ પણ વાંકડિયા જોઈતા હતા. મારા તો વાળ પણ એકદમ સીધા અને કાળા હતા અને હું તો ખૂબ જ પાતળી હતી.’

