ભૂતપૂર્વ પ્રેમિકા સોમી અલીએ દુનિયા સમક્ષ રજૂ કર્યો સલ્લુનો સાચો ચહેરો
સોમી અલી
બૉલીવુડની ભૂતપૂર્વ અભિનેત્રી સોમી અલી દબંગ અભિનેતા સલમાન ખાન સાથે આઠ વર્ષ રિલેશનશિપમાં હતી. તેણે એક એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાન ખાન સાથેના દિવસો, લૉરેન્સ બિશ્નોઈ અને અન્ય બાબતો પર ખૂલીને વાત કરી છે. સોમી અલીને પૂછવામાં આવ્યું કે સલમાન ખાન તેની જૂની ગર્લફ્રેન્ડ્સ સંગીતા બિજલાની અને કૅટરીના કૈફ સાથે સારા સંબંધ રાખે છે તો તારી સાથે કેમ નથી રાખતો? જવાબમાં સોમી અલીએ કહ્યું હતું કે મારી સાથે સલમાન ખાને જેટલો ખરાબ વ્યવહાર કર્યો હતો એની સરખામણીએ પચાસ ટકા જેટલો પણ ખરાબ વ્યવહાર સંગીતા બિજલાની અને કૅટરિના કૈફ સાથે નહોતો કર્યો. ઐશ્વર્યા રાય સાથે જોકે સલમાને ઘણો ખરાબ વ્યવહાર કર્યો હતો એમ જણાવતાં સોમીએ કહ્યું હતું કે સલમાને એક વાર ઐશ્વર્યાને એટલી મારી હતી કે તેના ખભામાં ફ્રૅક્ચર થઈ ગયું હતું. સલમાને મારી સાથે જે કર્યું છે એના પરથી કહી શકું છું કે લૉરેન્સ બિશ્નોઈ સલમાન કરતાં ઘણો સારો કહેવાય એમ જણાવતાં સોમીએ કહ્યું હતું કે ‘એક વખત સલમાન મને મારતો હતો ત્યારે તેના ઘરના નોકરોએ દરવાજો ખટખટાવીને વિનંતી કરી હતી કે મને ન મારે. મને પીઠમાં દુખતું હતું અને લાંબા સમય સુધી બેડ પર હતી ત્યારે તબુ મારી હાલત જોઈને રડી પડી હતી, સલમાન મને જોવા નહોતો આવ્યો. મારી મમ્મી અને નજીકના ફ્રેન્ડ્સ સિવાય કોઈને સલમાને મારી સાથે કરેલા વ્યવહારની પૂરી માહિતી નથી. સલમાન સાથેના મારા સંબંધ વિશે બુક લખી રહી છું, જેમાં બધું વિસ્તારથી લખીશ.’
ઉલ્લેખનીય છે કે સોમી અલી ૯૦ના દાયકામાં બૉલીવુડમાં સક્રિય હતી. તે સલમાન ખાન સાથે આઠ વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી. સલમાને ઐશ્વર્યા રાય સાથે અફેર શરૂ કર્યું એને પગલે તે સલમાનથી અલગ થઈ ગઈ હતી અને ૧૯૯૯માં ભારત છોડીને અમેરિકા જતી રહી હતી. સોમી અલી તેની નો મોર ટિયર્સ નામની સંસ્થા ચલાવે છે અને તે માનવ-તસ્કરી અને ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરે છે.
ADVERTISEMENT
ઐશ્વર્યા રાયને તો સલમાને એક વખત એટલી મારી હતી કે તેના ખભામાં ફ્રૅક્ચર થઈ ગયું હતું
મારી સાથે જેટલો ખરાબ વ્યવહાર કર્યો એના પચાસ ટકા જેટલો પણ સંગીતા બિજલાની અને કૅટરિના કૈફ સાથે નહોતો કર્યો.
કોણ છે સોમી અલી?
૪૮ વર્ષની સોમી અલી મૂળ પાકિસ્તાનની છે, જન્મી છે સિંધમાં પણ ૯ વર્ષની ઉંમરથી ઊછરી છે અમેરિકામાં. તે કરાચીમાં રહેતી હતી ત્યારે પાંચ અને ૯ વર્ષની ઉંમરે ઘરના નોકર દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. અમેરિકા શિફ્ટ થઈ એ પછી ફ્લૉરિડામાં સ્કૂલમાં ૧૪ વર્ષની ઉંમરે તેના પર ૧૭ વર્ષના એક છોકરાએ બળાત્કાર કર્યો હતો. સોમી ૧૬ વર્ષની ઉંમરે સલમાન ખાન પરના ક્રશને કારણે બૉલીવુડમાં નસીબ અજમાવવા મુંબઈ આવી હતી. સલમાન સાથે ૮ વર્ષ અફેર કરવા ઉપરાંત સોમીએ ‘ક્રિષ્ના અવતાર’, ‘અંત’, ‘યાર ગદ્દાર’, ‘તીસરા કૌન?’ ‘આઓ પ્યાર કરેં’, ‘આંદોલન’, ‘માફિયા’,‘ ચુપ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.