સોહાએ આ અભિયાનનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને લોકોને તેમની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી છે.
સોહા અલી ખાન બાળકો સાથે
સોહા અલી ખાને હાલમાં બાંદરામાં એક સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. સોહાએ આ અભિયાનનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને લોકોને તેમની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી છે.
સોહા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં ઘણા લોકો કચરાથી ભરેલી ગંદી જગ્યાની સાફસફાઈ કરતા જોવા મળે છે. તેઓ કચરો ઉઠાવીને ગૂણીમાં ભરી રહ્યા છે. આ વિડિયોમાં બાળકો પણ સાફસફાઈ કરતાં જોવા મળે છે. સોહાએ પોસ્ટ સાથે લખ્યું છે કે ‘કેટલાંક વર્ષોથી કાર્ટર રોડ પર કચરો ફેંકવામાં આવી રહ્યો હતો. દરિયાકિનારે પ્લાસ્ટિક, ટિનનાં કૅન અને ખરાબ ફૂડ ફેંકાઈ રહ્યું છે. આ દૃશ્ય ચોંકાવનારું અને અસ્વસ્થ કરી નાખનારું છે.’
ADVERTISEMENT
સોહાએ પોસ્ટમાં આગળ લખ્યું છે કે ‘જો તમે સમુદાયની ચિંતા કરો છો અને સમાજમાં બદલાવ લાવવા માગો છો તો તમે ‘કાર્ટર ક્લીન અપ’ સાથે મળીને સફાઈ કરી શકો છો. આ સફાઈ અભિયાનમાં વ્યોમી અને આયેશા પણ જોડાયાં છે જેઓ માત્ર ૭ વર્ષનાં છે.’ સોહાની આ પોસ્ટને ઘણા લોકોએ લાઇક કરી છે.

