Sidhant Gupta on his Jammu Roots: અભિનેતા સિદ્ધાંત ગુપ્તાએ વતન જમ્મુ સાથેની યાદો તાજી કરી; અભિનેતાને વતનનું મૌન પણ દિલાસો આપે છે; સિદ્ધાંત કહે છે કે.. તે આજની તારીખે પણ વતન જમ્મુના મૂળ સાથે કોઈકને કોઈક રીતે જોડાયેલો છે
અભિનેતા સિદ્ધાંત ગુપ્તા વર્ષમાં બે વાર વતન જમ્મુ જાય છે
અભિનેતા સિદ્ધાંત ગુપ્તા (Sidhant Gupta)એ પોતાના વતન જમ્મુ (Jammu) સાથેના ઊંડા જોડાણ અને ભાવનાત્મક સંબંધો વિશે ખુલીને વાત કરી (Sidhant Gupta on his Jammu Roots) છે, તેને પોતાપણા અને માનસિક શક્તિનું સ્થાન ગણાવ્યું છે. એક હૃદયસ્પર્શી વાતચીતમાં અભિનેતાએ જણાવ્યું હતું કે, વ્યાવસાયિક જીવનની દોડધામ વચ્ચે ઘરે પરત ફરવાથી તેને પોતાની જાત સાથે ફરી જોડાવામાં મદદ મળે છે. બાળપણની યાદો, પારિવારિક સંબંધો અને શાંતિના સુકૂન વિશે વાત કરતા ગુપ્તાએ શેર કર્યું હતું કે, તેમના મૂળ આજે પણ તેમના દ્રષ્ટિકોણને આકાર આપી રહ્યા છે. આ મૂળિયાં તેમની કળાને પ્રભાવિત કરે છે અને ગ્લેમર જગતની આકરી મહેનત વચ્ચે તેમને ભાવનાત્મક બળ પૂરું પાડવાનું કામ કરે છે.
સિદ્ધાંત ગુપ્તા તેની સ્પષ્ટવક્તા અને ગંભીર સમજણ માટે જાણીતો છે, જે ઘણીવાર તેની વાતોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જ્યારે સિદ્ધાંત પોતાના વતન જમ્મુ વિશે વાત ((Sidhant Gupta on his Jammu Roots) કરે છે, ત્યારે તેની એ સ્પષ્ટતા અને પ્રેમ ખૂબ જ સુંદર રીતે દેખાય છે. જમ્મુમાં વિતાવેલા પોતાના બાળપણને યાદ કરતા અભિનેતા એક નાના શહેરની વાત કરે છે, જ્યાં સોશિયલ મીડિયા (Social Media)નો પ્રભાવ નહોતો અને તેઓ પોતાના ભાઈ સાથે છાપામાંથી રોકેટ બનાવીને રમતા હતા.
ADVERTISEMENT
વર્ષમાં બે વાર વતન જાય છે અભિનેતા
યુવા એક્ટર સિદ્ધાંત ગુપ્તા વર્ષમાં બે વાર વતન જમ્મુ જાય છે, ખાસ કરીને દિવાળીના સમયે. તેને ત્યાં કોઈ ભવ્ય આકર્ષણો નહીં, પરંતુ એવી નાની અને સાધારણ બાબતો ખેંચી લાવે છે જે વર્ષો પછી પણ બિલકુલ બદલાઈ નથી. સિદ્ધાંત કહે છે કે, ‘હવે વિશ્વ પ્રત્યે મારી પોતાની એક સમજ છે. હું જે પણ પાત્ર ભજવું છું તેની સાથે મારો દ્રષ્ટિકોણ બદલાતો રહે છે અને જ્યારે હું ફરી મારી અસલ ઓળખ તરફ પાછો ફરું છું ત્યારે તે દ્રષ્ટિકોણ વધુ વ્યાપક બને છે. હું વર્ષમાં બે વાર, ખાસ કરીને દિવાળી દરમિયાન જમ્મુમાં મારા પરિવારની મુલાકાત લેવાનો પ્રયત્ન કરું છું."
જમ્મુ પ્રત્યેના પ્રેમ વિશે સિદ્ધાંત કહે છે કે, ‘મોટેથી હસવું, વિતી ગયેલા સમયની વાતો કરવી, મંતવ્યોમાં તફાવત, વિચારો, થોડી મસ્તી, અપ્રસ્તુત ચર્ચાઓ અને જ્યારે કશું જ કહેવાનું બાકી ન હોય ત્યારે પણ સારું લાગે છે. અહીં પોતાપણાનો અહેસાસ છે અને અહીંની શાંતિ પણ સુકૂન આપે છે.’
જે વ્યક્તિનું વ્યાવસાયિક જીવન સતત સક્રિય રહેવાની અને પ્રદર્શન કરવાની માંગ કરતું હોય, તેના માટે આ શાંતિ એ માત્ર મૌન નથી પરંતુ પોતાની શક્તિને ફરી એકઠી કરવાનું માધ્યમ છે. સિદ્ધાંતે પોતાના વતનથી દૂર રહેવાને કારણે ચૂકવવી પડતી કિંમત વિશે પણ નિખાલસતાથી વાત કરી હતી. તેણે કહ્યું કે, "તમને અહેસાસ થાય છે કે વર્ષો કેટલાં ઝડપથી વીતી જાય છે કારણ કે તમે દરેક દિવસને મહેનત સાથે જીવો છો. તેથી, મારા વતનની અને સ્વજનોની મુલાકાત મારા માટે શક્તિ સમાન છે કારણ કે સંઘર્ષની આ સફર એકલતા ભરેલી હોય છે. આપણે સૌ મૂળભૂત રીતે ભાવનાશીલ જીવો છીએ અને વતનની એ ઝંખનાને સંતોષવી જરૂરી છે. આ એક સાર્વત્રિક ભાષા છે. બાકી નિશ્ચિત રહો, સિનેમા હંમેશ માટે છે."
સિદ્ધાંત ગુપ્તા જેવા વ્યક્તિ માટે કળા અને તેના મૂળ આટલા ઊંડાણપૂર્વક જોડાયેલા હોય, તેના આ શબ્દો માત્ર કહેવા ખાતર નહીં પરંતુ વતન પ્રત્યેના તેના ભાવને ઉજાગર કરે છે.
