તેઓ એક ગીતનું શૂટિંગ કરી રહ્યાં હતાં.
શાહરુખ-દીપિકાના શૂટિંગનો વિડિયો
શાહરુખ ખાન અને પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ ફિલ્મ ‘કિંગ’નું સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં શૂટિંગ કરતાં હોય એવો એક વિડિયો વાઇરલ થયો છે. તેઓ એક ગીતનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ વિડિયો સોશ્યલ મીડિયા પર જોઈને ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ફૅન્સને વિનંતી કરી હતી કે તેઓ શૂટિંગનાં આવાં વિડિયો કે તસવીરો લીક ન કરે. ‘કિંગ’માં શાહરુખની સાથે દીકરી સુહાના ઉપરાંત રાની મુખરજી, અભિષેક બચ્ચન, અર્શદ વારસી, જૅકી શ્રોફ, અનિલ કપૂર અને અભય વર્મા પણ છે. ફિલ્મ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થશે.
