આ ફ્રેશ જોડી લવ સ્ટોરી લઈને આવશે. આ ફિલ્મને ‘મૉમ’ના ડિરેક્ટર રવિ ઉદયાવર ડિરેક્ટ કરશે.
મૃણાલ ઠાકુર , સિદ્ધાંત ચાતુર્વેદી
સંજય લીલા ભણસાલીની અનટાઇટલ્ડ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદી જોવા મળશે એવી શક્યતા છે. આ ફ્રેશ જોડી લવ સ્ટોરી લઈને આવશે. આ ફિલ્મને ‘મૉમ’ના ડિરેક્ટર રવિ ઉદયાવર ડિરેક્ટ કરશે. ‘સીતા રામમ’ અને ‘હાય નન્ના’માં પોતાના પર્ફોર્મન્સથી મૃણાલે લોકોનાં દિલોમાં સ્થાન બનાવ્યું છે. તો સિદ્ધાંત ‘ગલી બૉય’ માટે જાણીતો છે. મૃણાલ હાલમાં તામિલ ઍક્શન ફિલ્મમાં કામ કરી રહી છે. પોતાના અગાઉના પ્રોજેક્ટનું કામ પૂરું કર્યા બાદ તે સંજય લીલા ભણસાલીની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તો હાલમાં કરણ જોહરની ‘લવ સ્ટોરી’ અને ‘યુધરા’માં સિદ્ધાંત બિઝી છે. સંજય લીલા ભણસાલીએ હાલમાં જ ‘લવ ઍન્ડ વૉર’ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં દેખાશે.

