શ્રેયસ તલપડે કૉમેડીને ખૂબ એન્જૉય કરે છે. તે ‘વેલકમ’ની ફ્રૅન્ચાઇઝીના ત્રીજા પાર્ટ ‘વેલકમ ટુ ધ જંગલ’માં દેખાવાનો છે.
શ્રેયસ તલપડે
શ્રેયસ તલપડે કૉમેડીને ખૂબ એન્જૉય કરે છે. તે ‘વેલકમ’ની ફ્રૅન્ચાઇઝીના ત્રીજા પાર્ટ ‘વેલકમ ટુ ધ જંગલ’માં દેખાવાનો છે. આ ફિલ્મ કદાચ આવતા વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, સંજય દત્ત અને અર્શદ વારસી પણ જોવા મળશે. આ ફિલ્મ વિશે શ્રેયસ તલપડેએ કહ્યું કે ‘મને પૂરી ખાતરી છે કે આ એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ રહેશે. હું હંમેશાં કૉમેડી કરવાને ખૂબ એન્જૉય કરું છું. એ સ્વાભાવિક રીતે આવે છે. હું હાલમાં મારા કૅરૅક્ટર વિશે કાંઈ ન કહી શકું, પરંતુ એટલું જરૂર કહીશ કે આ એક ક્રેઝી એન્ટરટેઇનમેન્ટ રહેશે. હું અક્ષયકુમાર, સુનીલ અન્ના, રવીના ટંડન, સંજુ સર અને અર્શદ સાથે કામ કરવા માટે અને તેમની પાસેથી શીખવા માટે આતુર છું.’


