કંગના રનૌત સાથે દીકરા અધ્યયનના બ્રેકઅપ વિશે શેખર સુમને કહ્યું…
શેખર સુમન , કંગના રણોત
શેખર સુમનનું કહેવું છે કે દીકરો અધ્યયન સુમન અને કંગના રનૌત રિલેશનમાં હતાં ત્યારે તેઓ ખુશ હતાં. આ બન્નેએ ૨૦૦૮માં આવેલી ‘રાઝ-ધ મિસ્ટરી કન્ટિન્યુઝ’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે તેમના સંબંધો વધુ ટકી શક્યા નહીં. બન્ને પોતાની લાઇફમાં આગળ વધી ગયાં છે. ત્યાર બાદ હૃતિક રોશન સાથે કંગનાના અફેરની પણ ખૂબ ચર્ચા હતી. હવે અધ્યયન અને કંગનાના રિલેશન પર આટલાં વર્ષો બાદ સવાલ પૂછવામાં આવતાં શેખર સુમન કહે છે, ‘અમે એ મુદ્દા પર વધુ ચર્ચા નથી કરતા. ન તો ફૅમિલી કે ન તો અધ્યયન. લાઇફનો એ એક તબક્કો હતો. એના પર કમેન્ટ કરવાવાળા કે પછી જજ કરવાવાળા આપણે કોણ છીએ? સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે કોઈ વિષયને લઈને જજમેન્ટલ બનીએ છીએ. અમે આગળ વધી ગયા છીએ અને સૌકોઈ પોતાના જીવનમાં ખુશ છે. શું સાચું છે અને શું ખોટું છે એ બાબતને લઈને કોઈના પર આંગળી ઉઠાવવાનો કોઈ અર્થ નથી. નસીબમાં કાંઈક અલગ લખાયેલું હોય છે અને આપણે એ પ્રમાણે રહેવું પડે છે. કંગના અને અધ્યયન એકમેક સાથે ખુશ હતાં. જોકે તેમણે પોતાના માર્ગ જુદા કરી લીધા. નસીબમાં એ જ લખાયેલું હશે. એથી તે બન્નેને એકબીજા પ્રત્યે કોઈ મતભેદ કે ખરાબ લાગણી નથી. એક ક્ષણમાં બધું બદલાઈ જાય છે, પરંતુ આપણે જ્યારે ભૂતકાળમાં ડોકિયું કરીએ ત્યારે એમાં સમાયેલી સારી યાદોને યાદ કરવી જોઈએ.’

