લોકસભાની ચૂંટણી દરમિયાન, કૉંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રવક્તા રાધિકા ખેડા 7 મેના રોજ ભાજપ સાથે જોડાયાં હતાં. જાણીતા અભિનેતા શેખર સુમન પણ નવી દિલ્હીમાં ભાજપ સાથે જોડાયા હતા. તેઓ મહાસચિવ વિનોદ તાવડે અને અનિલ બલૂનીની હાજરીમાં ભાજપ સાથે જોડાયા હતા. રાધિકા ખેડાએ "ટોચના નેતૃત્વ દ્વારા દુરુપયોગ" નો આરોપ મૂકીને કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. રાધિકા ખેડાએ પક્ષના છત્તીસગઢ કાર્યાલયમાં અન્ય નેતા સાથેના ઝઘડા પછી રવિવારે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. બીજી તરફ, શેખર સુમનને પાર્ટીમાં જોડાવાના નિર્ણય બદલ વિનોદ તાવડે દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુ જાણવા માટે જુઓ વીડિયો..
07 May, 2024 05:27 IST | New Delhi