થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી એક પિરિયડ રોમૅન્ટિક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
ઇમ્તિયાઝ અલી
થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી એક પિરિયડ રોમૅન્ટિક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે દિલજિત દોસાંઝ, વેદાંગ રૈના અને નસીરુદ્દીન શાહની પસંદગી કરવામાં આવી હોવાની ચર્ચા છે. હવે ખબર પડી છે કે આ ફિલ્મ માટે લીડ ઍક્ટ્રેસ તરીકે શર્વરી વાઘની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ શર્વરીની પસંદગી પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘ઇમ્તિયાઝ કોઈ પ્રતિભાશાળી અભિનેત્રીની શોધમાં હતા અને તેમને લાગ્યું કે શર્વરી આ ભૂમિકા માટે શ્રેષ્ઠ છે. શર્વરીની ગણતરી બૉલીવુડની ટૅલન્ડેટ ઍક્ટ્રેસમાં થાય છે અને એટલે જ ઇમ્તિયાઝ અલીએ આગામી ફિલ્મ માટે તેની પસંદગી કરી છે. આ પિરિયડ લવ-સ્ટોરીનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે. આ ફિલ્મમાં શર્વરી એકમાત્ર ઍક્ટ્રેસ છે અને તેની જોડી વેદાંગ રૈના સાથે બનાવવામાં આવશે.’

