અજય કિરણ નાયર એને ડિરેક્ટ કરશે
કીર્તિ કુલ્હારી સાથે શરદ કેળકર
શરદ કેળકર અને કીર્તિ કુલ્હારી ડાર્ક-કૉમેડી થ્રિલર ‘નાયેકા’માં સાથે કામ કરવાનાં છે. અજય કિરણ નાયર એને ડિરેક્ટ કરશે. યતીન ગુપ્તે, સાજિદ મલિક, શાહિદ પઠાણ અને વશિષ્ઠ ઉપાધ્યાય સાથે મળીને કીર્તિ એને પ્રોડ્યુસ પણ કરવાની છે. શોમાં દેખાડવામાં આવશે કે એક સ્ટ્રગલ કરતી ઍક્ટ્રેસ ભૂલથી કોઈ અપરાધની જાળમાં ફસાઈ જાય છે. કીર્તિએ હાલમાં જ પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે. કીર્તિ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને શરદે કૅપ્શન આપી હતી, પાગલપંતીમાં જોડાઈ ગયો છું.

