સંજય કપૂરની દીકરી શનાયા કપૂર સાઉથની ‘વૃષભા’માં દેખાય એવી ચર્ચા છે. આ ફિલ્મમાં મલયાલમ મેગા સ્ટાર મોહનલાલ લીડ રોલમાં છે.
શનાયા કપૂર
સંજય કપૂરની દીકરી શનાયા કપૂર સાઉથની ‘વૃષભા’માં દેખાય એવી ચર્ચા છે. આ ફિલ્મમાં મલયાલમ મેગા સ્ટાર મોહનલાલ લીડ રોલમાં છે. આ પૅન-ઇન્ડિયા ફિલ્મને એકતા કપૂર, યશરાજ ફિલ્મ્સ, AVS સ્ટુડિયોઝ અને કનેક્ટ મીડિયા સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ફિલ્મને નંદા કિશોર ડિરેક્ટ કરશે. આવતા વર્ષે આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. હવે આ ફિલ્મમાં શનાયાની એન્ટ્રી થઈ હોવાની ચર્ચા છે. અગાઉ એવી ચર્ચા હતી કે કરણ જોહરની ‘બેધડક’ અને ટાઇગર શ્રોફની ‘સ્ક્રૂ ઢીલા’માં તે દેખાવાની હતી, પરંતુ આ ફિલ્મ આગળ વધી શકી નહીં. હવે તે ‘વૃષભા’માં જોવા મળવાની હોય એવી શક્યતા છે. આ ફિલ્મની સ્ટોરી પિતા-પુત્રની છે. એમાં શનાયાનો રોલ ગ્લૅમરસ અને શાનદાર હોય એવું જાણવા મળ્યું છે. જોકે હજી સુધી મેકર્સે એ વિશે ચોખવટ નથી કરી.

