ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘બ્લડી ડૅડી’નો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો છે
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘બ્લડી ડૅડી’નો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો છે. આ લુકમાં તે ખૂબ આક્રમક દેખાઈ રહ્યો છે. ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. શાહિદ અને અલી અબ્બાસ ઝફરે પહેલી વખત આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ફિલ્મને જ્યોતિ દેશપાંડે, સુનીર ખેત્રપાલ, ગૌરવ બોઝ, હિમાંશુ કિશન મેહરા અને અલી અબ્બાસ ઝફરે પ્રોડ્યુસ કરી છે. એનું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની રિલીઝની તારીખ અને ફિલ્મ વિશે વધુ માહિતી મળી શકી નથી.