હવે બિઝનેસવુમન બની ગયેલી પત્ની વિશે શાહિદ કપૂર કહે છે...
શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત
હાલમાં ઍક્ટર શાહિદ કપૂરે એક ઇન્ટરવ્યુમાં પત્ની મીરા રાજપૂતનાં મજબૂત મનોબળ અને નિર્ણયશક્તિની પ્રશંસા કરી છે. મીરાએ તેના જીવનમાં પહેલાં માતૃત્વને પ્રાથમિકતા આપી અને પછી કારકિર્દી તરફ આગળ વધવાનો નિર્ણય લીધો હતો. ૨૦૧૫માં શાહિદ અને મીરાનાં લગ્ન થયાં હતાં અને પછી તેમને બે સંતાનો દીકરી મિશા અને દીકરો ઝૈન થયાં છે. મીરાએ તાજેતરમાં રિલાયન્સ રીટેલની ટિરા બ્યુટી સાથે મળીને સ્કિનકૅર બ્રૅન્ડ અકાઇન્ડની લૉન્ચ કરી છે.
મને મીરા પર ગર્વ છે એમ જણાવતાં શાબિદે કહ્યું હતું કે ‘હવે અમારાં બાળકો મોટાં થઈ ગયાં છે અને મીરા પાસે પોતાને માટે વધુ સમય છે. માતૃત્વને પ્રાથમિકતા આપીને મીરાએ સાહસિક નિર્ણય લીધો હતો અને તે હવે પોતાની ઇચ્છાઓને પૂર્ણ કરી રહી છે. મીરા મારા માટે પાર્ટનર, મિત્ર અને સપોર્ટ સિસ્ટમ રહી છે. હવે જ્યારે તે પોતાની પ્રોફેશનલ કરીઅર શરૂ કરી રહી છે ત્યારે હું તેને તમામ સહકાર આપવા તૈયાર છું. મને તેના માટે ગર્વ છે. પહેલાં બાળકોને જન્મ આપીને પછી કરીઅર શરૂ કરવાનો નિર્ણય તેના માટે ફાયદાકારક સાબિત થયો છે.’
ADVERTISEMENT
43
શાહિદ કપૂરની ઉંમર
30
મીરા રાજપૂતની ઉંમર
શાહિદ કપૂરે ખરીદી નવી મોંઘીદાટ મર્સિડીઝ
શાહિદ કપૂર પોતાની ઍક્ટિંગની સાથોસાથ પોતાની લક્ઝરી લાઇફને કારણે પણ ચર્ચામાં છે. શાહિદ ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી બૉલીવુડમાં કામ કરી રહ્યો છે અને તેણે પોતાની જાતને સાબિત કરવા માટે બહુ મહેનત કરી છે.
શાહિદને લક્ઝરી કાર્સનું કલેક્શન કરવાનો ભારે શોખ છે અને હવે તેના ક્લેક્શનમાં ઉમેરાઈ છે નવી મર્સિડીઝ કાર. પોતાની આગામી ફિલ્મ ‘દેવા’ના પ્રમોશનમાં વ્યસ્ત શાહિદ કપૂરે લિમિટેડ એડિશન કાર ખરીદી લીધી છે. આ કારનું નામ છે મર્સિડીઝ GLS600. આ કાર ભારતની પહેલી મેબૅક GLS600 નાઇટ સિરીઝ મૉડલ છે જેને ભારતમાં લિમિટેડ એડિશનમાં લૉન્ચ કરવામાં આવી છે.
ભારતમાં આ કારની કિંમત ૩.૩૫ કરોડ રૂપિયા (એક્સ શોરૂમ) છે. જોકે આ કાર લિમિટેડ એડિશનમાં બનતી હોવાને કારણે દર વર્ષે એના ગણતરીના યુનિટ્સ જ વેચાય છે.
શાહિદ કપૂર પહેલાં આ કાર રણવીર સિંહ, અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના અને ક્રિતી સૅનન પણ ખરીદી ચૂક્યાં છે.

