મુંબઈમાં તે ટ્રીટમેન્ટ માટે હૉસ્પિટલમાં તો ગયો, પરંતુ એ સારવાર સફળ ન થઈ
શાહરુખ ખાન
શાહરુખ ખાનને ગઈ કાલે આંખમાં તકલીફ ઊભી થઈ હતી. મુંબઈમાં તે ટ્રીટમેન્ટ માટે હૉસ્પિટલમાં તો ગયો, પરંતુ એ સારવાર સફળ ન થઈ. એથી એવું જાણવા મળ્યું છે કે તે વહેલાસર અમેરિકા જઈ શકે છે. આંખમાં ખરી તકલીફ શું થઈ છે એ જાણવા માટે અને એની સારવાર માટે તે જેમ બને એમ વહેલાસર અમેરિકા જવાની પ્લાનિંગ કરી રહ્યો છે. મેમાં IPLની મૅચ દરમ્યાન અમદાવાદમાં તેને હીટસ્ટ્રોક થયો હતો. એ વખતે પણ તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડ્યો હતો. તાજેતરમાં જ જાસ્મિન ભસીનને પણ આંખમાં લેન્સને કારણે અસહ્ય પીડા ઊભી થઈ હતી અને તેને જોવામાં તકલીફ પડી રહી હતી.