Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખના દીકરા આર્યને દિલ્હીમાં ૩૭ કરોડ રૂપિયામાં ખરીદ્યા બે ફ્લોર

શાહરુખના દીકરા આર્યને દિલ્હીમાં ૩૭ કરોડ રૂપિયામાં ખરીદ્યા બે ફ્લોર

Published : 30 July, 2024 10:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બિલ્ડિંગમાં જ તેની મમ્મી ગૌરીનો થયો હતો ઉછેર

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને સાઉથ દિલ્હીમાં એક બિલ્ડિંગના બે ફ્લોર ૩૭ કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. પંચશીલ પાર્ક વિસ્તારમાં આવેલું આ એ જ બિલ્ડિંગ છે જ્યાં આર્યનની મમ્મી ગૌરી ખાનનું બાળપણ પસાર થયું હતું. મે મહિનામાં આર્યને એના માટે ૨.૬૪ કરોડ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી ભરી હતી. એ મકાનને ગૌરીએ ડિઝાઇન કર્યાં છે. આર્યને પહેલી વખત પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે. એ પહેલાં શાહરુખની દીકરી સુહાના ખાને પણ ગયા વર્ષે અલીબાગમાં ૧૨.૯૧ કરોડ રૂપિયામાં પ્રૉપર્ટી ખરીદી હતી. આ વર્ષે પણ તેણે અલીબાગમાં વધુ એક પ્રૉપર્ટી દસ કરોડમાં ખરીદી હતી. બૉલીવુડ સેલિબ્રિટીઝ પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે. થોડા સમય પહેલાં અભિષેક બચ્ચન અને આર. માધવને પણ ફ્લૅટ્સ ખરીદ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચને સાઉથ દિલ્હીના ગુલમહોર પાર્કમાં આવેલી પ્રૉપર્ટી ૨૩ કરોડ રૂપિયામાં વેચી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK