આ પ્રૉપર્ટી લગભગ ૧૪,૦૦૦ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલી છે
શાહરુખે પોતાના આ દુબઈના બંગલાને પણ મન્નત જેવી જ લાગણી સાથે નામ આપ્યું છે
સુપરસ્ટાર શાહરુખ ખાનનો બાંદરામાં આવેલો મન્નત બંગલો બહુ લોકપ્રિય છે અને એની કિંમત આશરે ૨૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. શાહરુખના આ ઘર વિશે તો બધા જ જાણે છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે શાહરુખ ખાનનું દુબઈમાં પણ એક અતિ ભવ્ય ઘર છે જેને જન્નત તરીકે ઓળખવામાં આવે છે અને આ બંગલાની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા જેટલી છે.
આ ભવ્ય વિલા દુબઈના પ્રસિદ્ધ પામ જુમેરાહ દ્વીપ પર સ્થિત છે અને ૨૦૦૭માં આ શાનદાર પ્રૉપર્ટી શાહરુખ ખાનના નામે થઈ હતી. ખાસ વાત એ છે કે આ ઘરનું ઇન્ટીરિયર શાહરુખની પત્ની ગૌરી ખાને કર્યું છે.
ADVERTISEMENT
શાહરુખે પોતાના આ દુબઈના બંગલાને પણ મન્નત જેવી જ લાગણી સાથે નામ આપ્યું છે. મુંબઈમાં પોતાનું ઘર હોવું તેની મોટી ઇચ્છા હતી એટલે તેણે એ ઘરનું નામ મન્નત રાખ્યું હતું, જ્યારે દુબઈનું આ ઘર એટલું સુંદર છે કે એને જન્નત કહેવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ આ પ્રૉપર્ટી લગભગ ૧૪,૦૦૦ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલી છે. એમાં ૬ બેડરૂમ, બે રિમોટ કન્ટ્રોલ ગૅરેજ, પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ અને સુંદર બીચ-વ્યુ જેવી સુવિધાઓ છે જે આ ઘરને વધુ ખાસ બનાવે છે.
