સૂરજ બડજાત્યાએ હિરોઇનની તલાશ આદરી છે
સારા અલી ખાન, આયુષમાન ખુરાના, તૃપ્તિ ડિમરી
અત્યાર સુધી સલમાન ખાનને પોતાની ફિલ્મોમાં પ્રેમ બનાવતા સૂરજ બડજાત્યાને આયુષમાન ખુરાનાના રૂપમાં નવો પ્રેમ મળી ગયો છે અને હવે તેના માટે તેમણે હિરોઇનની તલાશ આદરી છે. સૂરજ બડજાત્યાએ તેમની આ નવી ફિલ્મનું નામ હજી નથી પાડ્યું. આ ફિલ્મની હિરોઇન તરીકે બૉલીવુડમાં સારા અલી ખાન અને તૃપ્તિ ડિમરીનાં નામ ચર્ચાઈ રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ નવા વર્ષમાં શરૂ થશે.