હીરામંડીમાં જોવા મળેલી સંજીદા શેખને એક મહિલાએ ખોટી રીતે કર્યો હતો સ્પર્શ
સંજીદા શેખ
સંજીદા શેખને એક વાર નાઇટ ક્લબમાં ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં જોવા મળેલી સંજીદા એક વાર નાઇટ ક્લબમાં ગઈ હતી ત્યારે એક મહિલાએ તેની ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ વિશે સંજીદા કહે છે, ‘મને એક ઘટના હજી પણ યાદ છે. હું એક નાઇટ ક્લબમાં હતી. એક છોકરી મારી પાસેથી પસાર થઈ રહી હતી. તેણે મારાં સ્તનને સ્પર્શ કર્યો હતો અને તરત ત્યાંથી જતી રહી હતી. હું ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી કે આ મારી સાથે શું થઈ ગયું. આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે પુરુષો ખોટી રીતે સ્પર્શ કરે છે, પરંતુ લડકિયાં કોઈ કમ નહીં હૈ. પુરુષ કે મહિલા જેવું કંઈ નથી હોતું. ખોટું એ ખોટું હોય છે. જો મહિલાએ પણ કંઈ ખોટું કર્યું હોય તો એ વિશે પણ બોલવું જોઈએ.’

