સમીરા રેડ્ડીએ એક વાર દુબઈના મૉલમાં કર્યું હતું આ પરાક્રમ
સમીરા રેડ્ડી
ઍક્ટ્રેસ સમીરા રેડ્ડીએ એક વાર દુબઈના એક મૉલમાં એક જ દિવસમાં ૨૩ લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હતો. હવે ગોવામાં રહેતી ૪૫ વર્ષની સમીરાએ એક ઑનલાઇન ફાઇનૅન્સ પ્લૅટફૉર્મ સાથેની વાતચીતમાં આ ‘રહસ્ય’ જણાવ્યું છે.
સમીરાને જ્યારે પૂછવામાં આવ્યું કે એક દિવસમાં તેં સૌથી વધુ કેટલો ખર્ચ કર્યો છે ત્યારે તેણે કહ્યું હતું કે એક વાર મેં દુબઈમાં ૨૩ લાખ રૂપિયાનું શૉપિંગ કરી નાખ્યું હતું. એના માટે જોકે તેણે મસ્તીમાં દોષનો ટોપલો તેને આપવામાં આવેલા પર્સનલ શૉપર પર ઢોળ્યો હતો, જે તેને જાતભાતની વસ્તુઓ ખરીદવામાં મદદ કરતો હતો અને પાનો ચડાવતો હતો. સમીરા કહે છે કે હવે હું શૉપિંગ વખતે આવા લોકોથી દૂર રહું છું.
ADVERTISEMENT
૨૦૦૨માં ‘મૈંને દિલ તુઝકો દિયા’ નામની ફિલ્મથી બૉલીવુડમાં પ્રવેશેલી સમીરા ૨૦૧૪માં અક્ષય વર્દે નામના ઑન્ટ્રપ્રનરને પરણી હતી. તેને એક દીકરો અને દીકરી છે. સમીરાએ ‘ડરના મના હૈ’, ‘પ્લાન’, ‘મુસાફિર’, ‘નો એન્ટ્રી’, ‘રેસ’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તેણે ૨૦૧૩માં કન્નડા ફિલ્મમાં કામ કર્યું હતું.


