સલમાને તેની ‘દબંગ 3’ના ‘મુન્ના બદનામ’ ગીત પર ડાન્સ કર્યો હતો
સલમાન ખાન અને અક્ષયકુમાર
સલમાન ખાન અને અક્ષયકુમારને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એનું કારણ છે કે આ બન્નેએ દિલ્હીમાં એક લગ્નના રિસેપ્શનમાં પર્ફોર્મ કર્યું હતું. સલમાને તેની ‘દબંગ 3’ના ‘મુન્ના બદનામ’ ગીત પર ડાન્સ કર્યો હતો અને અક્ષયકુમારે તેની ‘સેલ્ફી’ના ‘મૈં ખિલાડી’ ગીત પર ડાન્સ કર્યો હતો. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ લગ્નને મનીષ પૉલ હોસ્ટ કરી રહ્યો હતો. આ વિડિયો વાઇરલ થતાં જ લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું કે ‘આ કોનાં લગ્ન છે કે જ્યાં સલમાન ખાન અને અક્ષયકુમારને ડાન્સ કરાવવામાં આવ્યો.’
અન્યએ લખ્યું કે ‘ભાઈ ક્યા બાત હૈ. આ કપલે અમારા ભાઈજાનને નચાવ્યા.’ એકે લખ્યું કે ‘પૈસા માટે તેઓ શું-શું કરે છે.’ અન્યએ લખ્યું કે ‘પૈસાની બરબાદી છે. એના કરતાં અન્ય ઠેકાણે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે.’