આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હાસન અને પૃથ્વીરાજ સુકુમારને કામ કર્યું છે. પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને વિજય કિરાગંડુર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
પ્રભાસ
પ્રભાસની ‘સાલાર : પાર્ટ 1 સીઝફાયર’ની રિલીઝ ડેટને ઍસ્ટ્રોલૉજીના આધારે નક્કી કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હાસન અને પૃથ્વીરાજ સુકુમારને કામ કર્યું છે. પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને વિજય કિરાગંડુર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મની ટક્કર શાહરુખ ખાનની ‘ડંકી’ સાથે થઈ રહી છે. આ બન્ને ફિલ્મો ક્રિસમસ દરમ્યાન રિલીઝ થઈ રહી છે. જોકે આ ફિલ્મની રિલીઝ ડેટને ઍસ્ટ્રોલૉજીના આધારે નક્કી કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં વિજયે કહ્યું કે ‘અમે જેમાં વિશ્વાસ કરીએ છીએ એના આધારે અમે રિલીઝ ડેટને નક્કી કરી હતી. અમે છેલ્લા એક દાયકાથી ઍસ્ટ્રોલૉજીને આધારે રિલીઝ ડેટ નક્કી કરી છે અને અમે આગળ પણ કરતા રહીશું.’


