Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મી મધુબાલા કોણ બનશે એ મામલે ગજબનું કન્ફ્યુઝન

ફિલ્મી મધુબાલા કોણ બનશે એ મામલે ગજબનું કન્ફ્યુઝન

Published : 11 March, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રોલ માટે કિઆરા અડવાણીના નામ પર ચોકડી મુકાયા પછી હવે અનીત પડ્ડાનું નામ આવ્યું ચર્ચામાં

કોણ બનશે મધુબાલા? કિઆરા અડવાણી કે અનીત પડ્ડા?

કોણ બનશે મધુબાલા? કિઆરા અડવાણી કે અનીત પડ્ડા?


દિગ્ગજ અભિનેત્રી મધુબાલાના જીવન અને કારકિર્દી પર આધારિત બાયોપિકમાં લીડ ઍક્ટ્રેસ કોણ બનશે એ મામલે હાલમાં ગજબનું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે આ રોલ માટે કિઆરા અડવાણીને સાઇન કરવામાં આવી છે, પણ હવે ખુલાસો થયો છે કે તેને આ રોલ માટે સાઇન કરવામાં આવી નથી. આ રોલ માટે કિઆરાના નામ પર ચોકડી મુકાયા પછી હવે ‘સૈયારા’ સ્ટાર અનીત પડ્ડાનું નામ આ રોલ માટે ચર્ચામાં છે.

રિપોર્ટ પ્રમાણે અનીતને પ્રોજેક્ટ માટે સાઇન પણ કરી લેવામાં આવી છે. જોકે ફિલ્મ વિશેની ઘણી વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે અને ફાઇનલ કાસ્ટિંગ વિશે સત્તાવાર જાહેરાત પછી કરવામાં આવશે. જોકે આ રિપોર્ટ વચ્ચે અનીતનું કામ સંભાળી રહેલા યશ રાજ ફિલ્મ્સના ટૅલન્ટ વિભાગના પ્રવક્તાએ આ વાતનો ઇનકાર કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK