બૉલીવુડની સુંદર અભિનેત્રી મધુબાલાની આજે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ જન્મજયંતી છે. મધુબાલા હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી. મધુબાલાની અભિનય પ્રતિભા, વ્યક્તિત્વ અને સુંદરતાને જોઇને કહેવામાં આવે છે કે તે ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મહાન અભિનેત્રી છે.
`વીનસ`ના નામે જાણીતી અભિનેત્રી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ખુશમિજાજ નાયિકાઓમાંની એક હતી. તેમને મોટાભાગે હસતાં જ જોવામાં આવ્યાં હતાં. જો કે, એ વાત જુદી છે કે તેમણે પોતાના સ્વભાવથી વિપરિત અનેક ફિલ્મોમાં ખૂબ જ ગંભીર અને દુઃખી પાત્રોની ભૂમિકાઓ પણ ખૂબ જ સરસ રીતે ભજવી હતી. અભિનેત્રીનો જન્મ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેના રોજ થયો હતો. ચાલો જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો.
(તસવીર સૌજન્ય : મિડ ડે આર્કાઈવ્ઝ)
14 February, 2023 07:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent