દેશના 23થી વધુ અગ્રણી ફિલ્મ નિર્માતાઓ નવી ચહેરાને લોન્ચ કરવા, માર્ગદર્શન આપવા અને ટેકો આપવા માટે આ અસાધારણ પહેલ માટે એકસાથે આવ્યા છે
તસવીર સૌજન્ય: પીઆર
ઊંચાઈ (Uunchai) ફિલ્મની અપાર સફળતા બાદ હવે રાજશ્રી પ્રોડક્શન્સ (Rajshri Productions) અને રાજશ્રી ફિલ્મ્સ (Rajshri Films)ના ચાહકો માટે સારા સમાચાર છે. હા, રાજશ્રી પ્રોડક્શન્સે પ્રતિભાશાળી અને નવા ઊભરતા કલાકારો તરફ પોતાનો હાથ લંબાવ્યો છે. રાજશ્રી પ્રોડક્શન્સ ‘ન્યૂકમર્સ ઇનિશિયેટિવ’ (Newcomers Initiative) સાથે નવા પ્રતિભાશાળી કલાકારોને તેમની ફિલ્મોમાં તેમનું કૌશલ્ય દર્શાવવાની અદ્ભુત તક આપવા જઈ રહ્યું છે.
આ ફિલ્મનું નિર્માણ રાજશ્રી પ્રોડક્શન દ્વારા જીઓ સ્ટુડિયો અને મહાવીર જૈન સાથે મળીને કરવામાં આવશે. ધ ન્યૂકમર્સ ઇનિશિયેટિવ એ એક પ્લેટફોર્મ છે, જે સમગ્ર ભારતમાંથી કલાકારો, લેખકો, દિગ્દર્શકો, સંગીતકારો અને ટેકનિશિયન જેવી નવી પ્રતિભાઓને તક પ્રદાન કરે છે.
ADVERTISEMENT
દેશના 23થી વધુ અગ્રણી ફિલ્મ નિર્માતાઓ નવી ચહેરાને લોન્ચ કરવા, માર્ગદર્શન આપવા અને ટેકો આપવા માટે આ અસાધારણ પહેલ માટે એકસાથે આવ્યા છે. મહાવીર જૈન અને રાજશ્રી પ્રોડક્શન્સ વચ્ચે ઊંચાઈ ફિલ્મ માટે થયેલી સફળ ભાગીદારી પછી આ બીજો સહયોગ છે.
રાજકુમાર હિરાની ફિલ્મ્સ, મહાવીર જૈન અને જીઓ સ્ટુડિયોના જ્યોતિ દેશપાંડેએ ન્યુકમર્સ પહેલ હેઠળ એક ફીચર ફિલ્મ દ્વારા બે નવા ચહેરાઓ લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા છે. ઉપરાંત તાજેતરમાં આ આકર્ષક જાહેરાત કરવામાં આવી છે. તેનો હેતુ ફિલ્મ ઉદ્યોગની ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને નવી પ્રતિભાના વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે.
આ પણ વાંચો: સૂરજ બરજાત્યાઃ અને એ રાત્રે હું અને સલમાન ખાન વરસતા વરસાદમાં ટ્રેનના છાપરે બેઠા
એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તાજેતરમાં, મહાવીર જૈને કહ્યું હતું કે, “હું માનું છું કે આ ખૂબ જ સમાવિષ્ટ અને સહયોગી પ્રોજેક્ટ છે. આપણા દેશના 30થી વધુ અગ્રણી ફિલ્મ નિર્માતાઓ મજબૂત પ્રતિબદ્ધતા સાથે એકસાથે આવ્યા છે. હું આભારી છું કે અમારા જેવી જ સમાન લાગણીઓ તેમણે અનુભવી છે અને સંપૂર્ણ ઉત્સાહ સાથે આ પહેલનો ભાગ બન્યા છે. તેઓ હવે આ લાગણી સમાન રીતે ધરાવે છે અને તેનું નેતૃત્વ કરશે.”


