બ્રૅડ પિટ અને બ્રેડલી કૂપર સાથે ડેટ પર જવા માગે છે અને તેને કપડાં ખૂબ પસંદ છે તથા એની સાથે તે અટેચ પણ થઈ જાય છે
મધુરિમા તુલી
મધુરિમા તુલીનો જન્મ ઓડિશામાં થયો હતો, પણ દેહરાદૂનમાં તે મોટી થઈ છે. તે જ્યારે કૉલેજમાં હતી ત્યારે મિસ ઉત્તરાંચલ કૉન્ટેસ્ટ જીતી હતી. ૨૦૦૪માં તેણે તેલુગુ ઍક્ટર સાંઈ કિરણ સાથેની ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે મુંબઈ આવી હતી અને તેણે ઘણી ઍડ્વર્ટાઇઝમેન્ટમાં કામ કર્યું હતું. તેણે ‘કસ્તુરી’ દ્વારા સિરિયલમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે ‘પરિચય’, ‘કુમકુમ ભાગ્ય’, ‘ચંદ્રાકાન્તા’, ‘કયામત કી રાત’ જેવી ઘણી સિરિયલમાં જોવા મળી હતી. તેણે ‘બેબી’, ‘હમારી અધૂરી કહાની’ અને ‘નામ શબાના’ ફિલ્મમાં પણ કામ કર્યું છે. અનિલ કપૂરની ‘24’ અને વેબ-સિરીઝ ‘અવરોધ’માં પણ તેણે કામ કર્યું હતું. ‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનમાં તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
ફન લવિંગ, કૅરિંગ, મહત્ત્વાકાંક્ષી, મહેનતુ અને થોડી આળસુ.
ADVERTISEMENT
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
ફૅમિલી, મારી બિલાડી ગબરુ અને મારા ફ્રેન્ડ્સને કારણે મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. ગરોળીથી મને ખૂબ ડર લાગે છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો કોને અને ક્યાં લઈ જઈશ અને કેમ?
બ્રૅડ પિટ અને બ્રેડલી કૂપર સાથે (અલગ-અલગ) આઇલૅન્ડ પર ડેટ પર જવા માગું છું. મને તેઓ ઘણા ગમે છે. તેઓ ખૂબ અદ્ભુત ઍક્ટર તો છે જ, પરંતુ તેઓ ખૂબ હૉટ પણ છે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું મોટા ભાગે કપડાં પર વધુ ખર્ચ કરું છું, પરંતુ ઍક્સેસરીઝ, પરફ્યુમ અને વૉચ પણ મને ખૂબ ગમે છે. કાર તો હું પાંચ અથવા ત્રણ વર્ષે એક વાર ચેન્જ કરું છું.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મને હસાવનાર અને સ્માઇલ કરાવનાર વ્યક્તિ તરત મારું અટેન્શન મેળવી શકે છે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મારા કામને લઈને લોકો મને ઓળખે એવી જ મારી ઇચ્છા છે.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
હું બિગ બૉસ હાઉસમાંથી આવી હતી અને મારી એક ફૅન મને લઈને એક મ્યુઝિક વિડિયો બનાવવા માગતી હતી અને એ બનાવ્યો પણ હતો. મારા માટે એ સ્પેશ્યલ હતું, કારણ કે તે મને લઈને ગીત બનાવવા માગતી હતી. તે હવે મારી ખૂબ ક્લોઝ ફ્રેન્ડ બની ગઈ છે.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
ઓવરથિન્ક. મને લાગે છે કે ઓવરથિન્ક કરવું એ મારી સૌથી મોટી યુઝલેસ ટૅલન્ટ છે.
પહેલી જૉબ કઈ હતી?
મારી પહેલી જૉબ ચશ્માંની ઍડની હતી જે મેં દેહરાદૂનમાં કરી હતી. એ માટે મને ૧૫૦૦ રૂપિયા મળ્યા હતા.
ફેવરિટ કપડાં કયાં છે જે તેં હજી સાચવી રાખ્યાં છે?
મારી પાસે ઘણાં કપડાં છે. કપડાં સાથે હું ખૂબ અટેચ થઈ જાઉં છું એથી હું એને કાઢી નથી શકતી. મારી પાસે એક સાડી છે જે મેં ઘણા લાંબા સમયથી સાચવી રાખી છે. એક જીન્સ છે જે મને હવે ફિટ નથી થતું તો પણ મેં એ સાચવી રાખ્યું છે. (હસતાં હસતાં) મને લાગે છે કે મારે હવે એ કાઢી નાખવું પડશે.
સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મેં હાલમાં સ્કાય-ડાઇવિંગ કર્યું હતું. એ મેં એક ટ્રાવેલ શો માટે કર્યું હતું. મારે હંમેશાં એ કરવું હતું, પરંતુ આટલું જલદી કરવું પડશે એની ખબર નહોતી. જોકે મને ખુશી છે કે મેં એ કર્યું.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
મારું માનવું છે પર્સનલ લાઇફને પબ્લિક ન બનાવવી જોઈએ. આથી હું મારા ફ્રેન્ડ અને મારા બૉયફ્રેન્ડ વિશે મિસ્ટરી બનાવી રાખું છું. મેં તેમના વિશે હવે કંઈ જાહેરમાં ન કહેવાનું નક્કી કર્યું છે.

