૨૦૧૬માં આવેલી ‘અય દિલ હૈ મુશ્કિલ’ બાદ કરણ જોહરે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ ડિરેક્ટ કરી છે.
રણવીર સિંહ
રણવીર સિંહનું કહેવું છે કે તેની અને કરણ જોહરની અંદર ‘દિલ્લી કી આન્ટી’ છુપાયેલી છે. કરણ જોહર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ગીત ‘વે કમલેયા’ ગઈ કાલે લૉન્ચ થયું હતું. ૨૦૧૬માં આવેલી ‘અય દિલ હૈ મુશ્કિલ’ બાદ કરણ જોહરે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રણવીરે રૉકી રંધાવાનું પાત્ર ભજવ્યું છે. કરણ જોહર સાથેના બૉન્ડ વિશે પૂછતાં રણવીરે કહ્યું કે ‘કરણ અને હું એવા મર્દ છીએ જેની અંદર દિલ્હી કી આન્ટી છુપાયેલી છે. અમે કપડાં અને બ્રૅન્ડ વિશે વાત કરીએ છીએ. ફિલ્મમાં ઘણું હ્યુમર છે, કારણ કે કરણ જન્મજાત એન્ટરટેઇનર છે. હું સવારે ઊઠું છું અને સેટ પર જવાની રાહ જોઉં છું. સેટ પર ફ્રેન્ડ્સ ભેગા થયા હોય એવું મને લાગતું હતું.’


