મમ્મી નીતુ કપૂર સાથે જાહેરમાં ડાન્સ કરતો જોવા મળ્યો રણબીર કપૂર
વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં
નીતુ સિંહ ૭૦ અને ૮૦ના દાયકાનાં જાણીતાં અભિનેત્રી રહી ચૂક્યાં છે. તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. હવે ૬૦ વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ તેઓ ખૂબ જ ઍક્ટિવ રહે છે. હાલમાં નીતુ સિંહનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પોતાના દીકરા રણબીર કપૂર સાથે જાહેરમાં મજેદાર અંદાજમાં ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે અને ફૅન્સને મા-દીકરાનું આ બૉન્ડિંગ બહુ પસંદ પડ્યું છે.
