ચર્ચા પ્રમાણે જુનિયર એનટીઆરનું માનવું છે કે રામચરણ બધી લાઇમલાઇટ પોતાના તરફ ખેંચી રહ્યો છે.
જુનિયર એનટીઆર, રામચરણ
જુનિયર એનટીઆર અને રામચરણ વચ્ચે મતભેદ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. ‘RRR’ના અમેરિકાના પ્રમોશન દરમ્યાનથી તેમની વચ્ચે આ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. આથી જ તે રામચરણના બર્થ-ડેમાં પણ હાજર નહોતો રહ્યો. તેમની બન્નેની ફૅમિલી વચ્ચે પહેલેથી હરીફાઈ ચાલતી આવી છે. જોકે તેઓ એ બધું ભૂલીને સાથે ફિલ્મમાં કામ કરતા જોવા મળ્યા હતા. આ દરમ્યાન તેમની વચ્ચેની દોસ્તી પણ ખૂબ જ ગાઢ બની હતી. જોકે હવે એમાં ફરી દરાર પડી હોય એવી ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના પ્રમોશનથી લઈને ઑસ્કર જીત્યા ત્યાં સુધીના પ્રમોશનને લઈને તેમની વચ્ચે દૂરી આવી હોવાની ચર્ચા છે. ચર્ચા પ્રમાણે જુનિયર એનટીઆરનું માનવું છે કે રામચરણ બધી લાઇમલાઇટ પોતાના તરફ ખેંચી રહ્યો છે. જોકે રામચરણની બર્થ-ડે પાર્ટીમાં ગેરહાજર હોવાનું કારણ તેની આગામી ફિલ્મનું શૂટિંગ પણ હોઈ શકે છે. તેમના બન્ને તરફથી આ વાત વિશે કોઈ પણ પુષ્ટિ આપવામાં નથી આવી કે કોઈ પણ કમેન્ટ કરવામાં નથી આવી.