આંધ્ર પ્રદેશના નાનકડા ગામમાં રહેતા શ્રીકાંત બાળપણથી જ નેત્રહીન હતા. શ્રીકાંત બોલા એક એવા ઉદ્યોગપતિ છે જેમણે પોતાની શારીરિક ખામીને અવગણીને અપાર સફળતા મેળવી છે.
શ્રીકાંત બોલાના જીવન પર બનેલી ફિલ્મ ‘શ્રી’
રાજકુમાર રાવની ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાના જીવન પર બનેલી ફિલ્મ ‘શ્રી’ આવતા વર્ષે ૧૦ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આંધ્ર પ્રદેશના નાનકડા ગામમાં રહેતા શ્રીકાંત બાળપણથી જ નેત્રહીન હતા. શ્રીકાંત બોલા એક એવા ઉદ્યોગપતિ છે જેમણે પોતાની શારીરિક ખામીને અવગણીને અપાર સફળતા મેળવી છે. આ ફિલ્મ દ્વારા જાણવા મળશે કે તેમણે લાઇફમાં કેવા-કેવા પડકારનો સામનો કર્યો હતો. આ ફિલ્મમાં રાજકુમાર સાથે અલાયા ફર્નિચરવાલા, શરદ કેળકર અને જ્યોતિકા દેખાશે. ફિલ્મને ભૂષણ કુમારે પ્રોડ્યુસ અને તુષાર હીરાનંદાનીએ ડિરેક્ટ કરી છે. આ પ્રેરણાદાયી સ્ટોરી અગાઉ આ વર્ષે ૧૫ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. આ ફિલ્મ હવે ૨૦૨૪ની ૧૦ મેએ રિલીઝ થવાની છે. એ ફિલ્મનું પોસ્ટર ટી-સિરીઝે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કર્યો હતો. એ પોસ્ટરમાં માત્ર કલાકારોની પીઠ દેખાઈ રહી છે. એ પોસ્ટર એક્સ પર શૅર કરીને ટી-સિરીઝે પોસ્ટ કર્યું કે શ્રીકાંત બોલાની પ્રેરણાદાયી જર્ની ‘શ્રી’ ૨૦૨૪ની ૧૦ મેએ રિલીઝ થવાની છે.

