આ ફિલ્મને હાલમાં જ ‘ઍડલ્ટ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફિલ્મને ‘કેજીએફ’ના ડિરેક્ટર પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
પ્રભાસ
પ્રભાસની ‘સાલાર’ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને એમાં તેની એન્ટ્રી ક્યારે થશે એ વિશે લોકો અટકળ લગાવી રહ્યા છે. આ ફિલ્મને હાલમાં જ ‘ઍડલ્ટ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફિલ્મને ‘કેજીએફ’ના ડિરેક્ટર પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ બન્ને ફિલ્મ વચ્ચે કોઈ સંબંધ નથી એવું ડિરેક્ટર દ્વારા પહેલેથી કહી દેવામાં આવ્યું છે. પ્રભાસની ‘સાલાર’નું ટ્રેલર થોડા સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને લઈને પણ ખૂબ જ ચર્ચા થઈ હતી. એમાંની એક ચર્ચા એ છે કે પ્રભાસની એન્ટ્રી ખૂબ જ લેટ થઈ છે. ટ્રેલરમાં લગભગ બે મિનિટ બાદ તેની એન્ટ્રી આવે છે. આથી ફિલ્મમાં તેની એન્ટ્રી ક્યારે થાય છે એ સવાલ તેના ચાહકોને થઈ રહ્યો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર વિજય કિરગાંડુરે કહ્યું કે ‘ટ્રેલરમાં હીરોની એન્ટ્રી મોડી કરવી એ ખૂબ જ બોલ્ડ ડિસિઝન હતો. જોકે ટ્રેલર દ્વારા નીલ એ દર્શાવવા માગતો હતો કે ફિલ્મની સ્ટોરી કેવી રીતે કહેવામાં આવી રહી છે. એ તો સ્વાભાવિક છે કે ફિલ્મમાં હીરો લેટ એન્ટ્રી
નહીં કરે.’


