ફરહાન-શિબાની ફેબ્રુઆરીમાં લગ્ન કરશે એ વાતની પુષ્ટિ જાવેદ અખ્તરે કરી
શાદી મેં ઝરૂર આના
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ફેબ્રુઆરીમાં લગ્ન કરશે એ વાતની પુષ્ટિ જાવેદ અખ્તરે કરી છે. ફરહાન અને શિબાની ૨૦૧૮થી રિલેશનમાં છે અને તેઓ ૨૧ ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યાં હોવાની ચર્ચા છે. બન્ને પોતાના રોમૅન્ટિક ફોટો શૅર કરતાં રહે છે. તેમનાં લગ્નની ચર્ચા સતત થાય છે. લગ્ન માટે તમામ વ્યવસ્થા પ્લાનર્સને સોંપવામાં આવી છે. જોકે ઇન્વિટેશન મોકલવાનું હજી બાકી છે. મહામારીને કારણે લગ્ન ભવ્ય રીતે કરવામાં નહીં આવે પરંતુ સાદાઈથી કરવામાં આવશે. જાવેદ અખ્તરે એમ પણ જણાવ્યું છે કે તેમના પરિવારને શિબાની ખૂબ પસંદ છે. બન્નેનાં લગ્ન વિશે જાવેદ અખ્તરે કહ્યું કે હા, તેમનાં લગ્ન થવાનાં છે.


