Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું તમને ખ્યાલ છે કે આ બૉલિવૂડ ગીતો પણ ગાયા છે પદ્મભૂષણ શારદા સિન્હાએ?

શું તમને ખ્યાલ છે કે આ બૉલિવૂડ ગીતો પણ ગાયા છે પદ્મભૂષણ શારદા સિન્હાએ?

Published : 06 November, 2024 05:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લોક ગાયિકા શારદા સિન્હાએ 72 વર્ષની ઉંમરે દિલ્હીના એમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારે તેમના ચાહકોના દિલ તોડી દીધા. ખાસ કરીને બિહારમાં જ્યાં હાલ છઠ પૂજા અને ઉત્સવના માહોલમાં તેમના વગર ઉત્સવનો આનંદ થોડો ફીક્કો લાગે છે.

શારદા સિન્હા (તસવીર સૌજન્ય મિડ-ડે)

શારદા સિન્હા (તસવીર સૌજન્ય મિડ-ડે)


Sharda Sinha Famous Songs: લોક ગાયિકા શારદા સિન્હાએ 72 વર્ષની ઉંમરે દિલ્હીના એમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારે તેમના ચાહકોના દિલ તોડી દીધા. ખાસ કરીને બિહારમાં જ્યાં હાલ છઠ પૂજા અને ઉત્સવના માહોલમાં તેમના વગર ઉત્સવનો આનંદ થોડો ફીક્કો લાગે છે. તેમના ગીત છઠ પૂજામાં એક આગવો માહોલ બનાવી દે છે. એક અલગ રંગ ભરી દે છે. એવામાં આ પર્વની શરૂઆતના પહેલા જ દિવસે આ વિશ્વને અલવિદા કહી દીધું. શારદા સિન્હાએ માત્ર છઠ પર્વના ગીતોથી જ નહીં પણ બૉલિવૂડને પણ અનેક હીટ ગીતો આપીને લોકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Grover (@vidushak)




લોક ગાયિકા શારદા સિન્હા, જેઓ પોતાના છઠ ગીતો માટે ખૂબ જ જાણીતાં હતાં, થોડાંક સમયથી બીમાર હતાં. તેઓ AIIMSમાં વેન્ટિલેટર પર હતાં અને તેમણે મંગળવારે, 5 નવેમ્બરના રોજ 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શારદા સિન્હાના છઠના ગીત દરવર્ષે લોકો ખૂબ જ પ્રેમથી સાંભળતા હતા. પરંતુ આ વર્ષે આ તહેવાર તેમના વિના અધૂરો રહેશે. છઠ પર્વના ગીતોની સાથે શારદા સિન્હાએ બોલિવૂડમાં ઘણા હિટ ગીતો આપ્યા છે, જે આજે પણ પસંદ કરવામાં આવે છે. આ ગીતોને ઘણાં વર્ષો વીતી ગયા છે, પરંતુ તે ક્યારેય જૂના નહીં થાય.


શારદા સિન્હાએ છઠ તહેવારના ગીતો ગાયા છે. આ સિવાય તેણે ઘણા ભોજપુરી ગીતોમાં પોતાના અદ્ભુત અવાજનો જાદુ વાપર્યો છે. પરંતુ તેણે બોલિવૂડ પ્રેમીઓને એવા ગીતો પણ ભેટમાં આપ્યા છે, જે હંમેશા યાદગાર રહેશે. તેમના આ સદાબહાર ગીતો ક્યારેય જૂના નહીં થાય. બોલિવૂડમાં શારદા સિન્હાનું પહેલું ગીત સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ `મૈંને પ્યાર કિયા`નું `કહે તોસે સજના` હતું. આ ફિલ્મ 1989માં રિલીઝ થઈ હતી અને આજે પણ આ ગીત સાંભળવામાં આવે છે અને ખૂબ પસંદ કરવામાં આવે છે.

આ સિવાય તેણે સલમાન ખાન અને માધુરી દીક્ષિતની 1994ની ફેમિલી ડ્રામા ફિલ્મ `હમ આપકે હૈ કૌન`નું ગીત `બાબુલ જો તુમને શીખાયા` ગાયું હતું. આ અત્યાર સુધીનું સૌથી વધુ ગમતું ગીત છે. જે આજે પણ દીકરીઓની વિદાય પર ગવાય છે અને વગાડવામાં આવે છે. ગીતના બોલ ખૂબ જ સુંદર છે, જેને શારદા સિંહાએ પોતાના મધુર અવાજથી વધુ ખાસ બનાવ્યા છે. આજે પણ આ ગીત સાંભળીને આંખો ભીની થઈ જાય છે. આ ગીત રેણુકા શહાણે અને મોનિશ બહલના લગ્ન પર ફિલ્માવાયું હતું.

આ ઉપરાંત તેણે નવાઝુદ્દીન સિદ્દીકી અને હુમા કુરેશી અભિનીત 2012ની ફિલ્મ `ગેંગ્સ ઓફ વાસેપુર`નું ગીત `તાર બિજલી સે પટલે` પણ ગાયું છે. આ ગીત આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે, જે ઘણા લગ્ન સંગીતમાં વગાડવામાં આવે છે. આજે પણ આ ગીત લગ્નોમાં રંગ જમાવે છે. શારદા સિંહા આ કેટલાક બોલિવૂડ ગીતો છે જે હંમેશા સાંભળવામાં આવે છે અને ભવિષ્યમાં પણ સાંભળવામાં આવશે. તેમના આ ગીતો ક્યારેય જૂના નહીં થાય.

ઉપરાંત, જો આપણે છઠના તહેવાર પર ગાયેલા ગીતોની વાત કરીએ, તો તેમાંથી સૌથી પ્રખ્યાત ગીત `હે છઠ્ઠી મૈયા` છે. આ ગીત દર વર્ષે આ પવિત્ર તહેવાર પર ઘણું સાંભળવામાં આવે છે અને છઠ પૂજાના વાતાવરણમાં ઉમેરો કરે છે. છઠ દરમિયાન, આ ગીત દરેક જગ્યાએ ગુંજતું રહે છે, પછી તે નદી કિનારો હોય કે ગામની શેરીઓ. આ ગીતે લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે અને તેને સાંભળીને દરેક વ્યક્તિ છઠના તહેવારમાં ભક્તિ અને આસ્થાથી ભરાઈ જાય છે.

આ સિવાય છઠના તહેવાર પર શારદા સિન્હાનું ગીત `પહિલે પહેલી છઠ્ઠી મૈયા` લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ ગીત લગભગ 5 મિનિટ લાંબુ છે અને છઠની ભાવનાને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે. આ ગીતની મધુરતા અને લાગણીઓએ તેને દર વર્ષે છઠના તહેવારનો મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે. આ ગીત વિના છઠનો તહેવાર અધૂરો લાગે છે. શારદા સિંહાના અવાજમાં આ ગીત લોકોના મનમાં વસી ગયું છે અને દરેક છઠ પર તેની ગુંજ સાંભળવાનો આનંદ અલગ છે.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2024 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK