‘પાન સિંહ તોમર’ અને ‘સાહિબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ના સ્ક્રીન રાઇટર સંજય ચૌહાણનું ૬૧ વર્ષની ઉંમરે અવસાન થયું છે.
સંજય ચૌહાણ
‘પાન સિંહ તોમર’ અને ‘સાહિબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ના સ્ક્રીન રાઇટર સંજય ચૌહાણનું ૬૧ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ લિવર સિરૉસિસથી પીડાતા હતા.
હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું છે. આ વાતની પુષ્ટિ તેમના ફ્રેન્ડ અને ફિલ્મમેકર અવિનાશ દાસે કરી છે. સંજય ચૌહાણના પરિવારમાં તેમની પત્ની અને દીકરી છે. સંજય ચૌહાણે સોની ટીવી પર આવતા ‘ભંવર’ નામના શો દ્વારા રાઇટર તરીકે પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. સાથે જ તેમણે ૨૦૦૩માં આવેલી ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’ માટે ડાયલૉગ્સ લખ્યા હતા. આ સિવાય તેમણે ‘ધૂપ’, ‘રાઇટ યા રૉન્ગ’ અને ‘આઇ ઍમ કલામ’ માટે પણ રાઇટિંગ કર્યું હતું.

