ઑસ્કર્સમાં દુનિયાભરની સામે તેઓ ઇન્ડિયન સિનેમાને રેપ્રિઝેન્ટ કરી રહ્યા હતા
જુનિયર એનટીઆર
જુનિયર એનટીઆરે તેનાં કપડાં દ્વારા ઇન્ડિયા અને ‘RRR’ને ટ્રિબ્યુટ આપી છે. જુનિયર એનટીઆરે બ્લૅક વેલ્વેટ કસ્ટમ-મેડ બંધગલા આઉટફિટ પહેર્યો હતો. ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ એના પર ગોલ્ડ મેટાલિક એમ્બ્રૉઇડરી કરી હતી. આ એમ્બ્રૉઇડરી ઇન્ડિયાના નૅશનલ ઍનિમલ ટાઇગરની છે. ‘RRR’ના ઇન્ટરવલમાં જે આઇકૉનિક દૃશ્ય છે એને પણ આ એમ્બ્રૉઇડરી રેપ્રિઝેન્ટ કરે છે. તેમ જ જુનિયર એનટીઆરની ઇમેજ માટે પણ મોટા ભાગે ફિલ્મમાં વાઘનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિશે ગૌરવ ગુપ્તાએ કહ્યુ કે ‘મેં ઘણી વાતોને ધ્યાનમાં રાખીને મિસ્ટર જુનિયર એનટીઆર માટે આ ક્સટમ-મેડ બંધગલા ડિઝાઇન કર્યો હતો. ઑસ્કર્સમાં દુનિયાભરની સામે તેઓ ઇન્ડિયન સિનેમાને રેપ્રિઝેન્ટ કરી રહ્યા હતા. આથી જુનિયર એનટીઆરની પર્સનાલિટી તેનાં કપડાં પર પણ દેખાય એ મારા માટે જરૂરી હતું. બ્લૅક વેલ્વેટ બંધગલા પર ટાઇગરની એમ્બ્રૉઇડરી તેની સાથે મૅચ થાય છે અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. જુનિયર એનટીઆરને યંગ ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે અને ટાઇગર ઇન્ડિયાનું નૅશનલ ઍનિમલ પણ છે અને એ ‘RRR’ને પણ રેપ્રિઝેન્ટ કરે છે.’